પ્રતિબંધ/ અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર તરફ જતા રસ્તા કરાયા બંધ, એજન્ટો સહિત સ્ટાફ અટવાયો

અમદાવાદમાં મતગણતરી કેન્દ્ર તરફ જતા રસ્તા કરાયા બંધ, એજન્ટો સહિત સ્ટાફ અટવાયો

Ahmedabad Gujarat

અમદાવાદમાં બે કેન્દ્ર ઉપર મત ગણતરી શરુ થઈ ચુકી છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જળવાય તે માટે તકેદારીના પગલા રૂપે કેન્દ્ર તરફ જતો વહન વયવહાર અટકાવી દેવામાં આવ્યો છે.

અમદાવાદ માં એલ.ડી.કોલેજમાં વાહન લઇને જવા પર પ્રતિબંધ ફરમાવી દેવાતાં મત ગણતરી સ્થળે જવા માટે ખુદ એજન્ટો અટવાઈ ગયા હતા. અમદાવાદ માં એલ.ડી.કોલેજના 2 નંબરના ગેટ પાસે બેરિકેટિંગ કરી રસ્તા બંધ કરવામાં આવ્યા છે. વાહન લઇને જવા પર પ્રતિબંધ મુકાઈ ગયો છે. અહીં પોલીસ અને BSFનો બંદોબસ્ત ગોઠવાયો છે, ઉમેદવારો માટે 3 નંબરના ગેટ વાહન માટે ખુલ્લો મુકાયો છે.

ગુજરાત કોલેજની ફરતેના રોડ બંધ કરાતા મતગણતરીના એજન્ટો અટવાયા છે, 1 કિલોમીટર દૂર વાહન મૂકીને ગુજરાત કોલેજમાં આવવું પડ્યું છે.100થી વધારે મતગણતરી એજન્ટોને નિમણૂંક પત્ર હોવા છતાં વાહન સાથે પ્રવેશ ન અપાયો. પોલીસના 30થી વધુ જવાન ગેટ પર તૈનાત થઈ ગયા છે, તમામ ઉમેદવાર અને એજન્ટોનું સઘન ચેકીંગ કરીને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગુજરાત કોલેજની ફરતે પોલીસે રસ્તા બંધ કરી બેરીકેટીંગ કરાતા એજન્ટો સહિત સ્ટાફ અટવાઈ ગયો હતો.