Not Set/ વ્રતમાં ઘરે બનાવો સાબૂદાણાનો ચેવડો

સામગ્રી 1 કપ સાબૂદાણા અડધા કપ મગફળી 2 બટાકા 2 મોટી ચમચી ખાંડ પાઉડર સિંધાલૂણ (સ્વાદપ્રમાણે) 10-12 મીઠા લીમડાના પાન 15-20 બદામ તળવા માટે ઘી અથવા તેલ બનવાની રીત સૌ પ્રથમ એક કપ પાણીમાં સાબૂદાણા મિક્સ કરી તેને 5 મિનિટ માટે મૂકી રાખો. ત્યારબાદ સાબૂદાણાને પાણીથી જુદો કરી એક વાસણમાં નીકળી લો. ત્યાર બાદ બટાકાને છોલીને […]

Uncategorized

સામગ્રી

1 કપ સાબૂદાણા

અડધા કપ મગફળી

2 બટાકા

2 મોટી ચમચી ખાંડ પાઉડર

સિંધાલૂણ (સ્વાદપ્રમાણે)

10-12 મીઠા લીમડાના પાન

15-20 બદામ

તળવા માટે ઘી અથવા તેલ

બનવાની રીત

સૌ પ્રથમ એક કપ પાણીમાં સાબૂદાણા મિક્સ કરી તેને 5 મિનિટ માટે મૂકી રાખો. ત્યારબાદ સાબૂદાણાને પાણીથી જુદો કરી એક વાસણમાં નીકળી લો.

ત્યાર બાદ બટાકાને છોલીને છીણી લો.આ લચ્છાને થોડી વાર બરફના પાણીમાં ડુબાડી રાખો. ત્યાર પછી હથેળીથી દબાવીને તેનું પાણી કાઢી એક પ્લેટમાં ફેલાવીને દો.

પછી એક કડાહીમાં તેલ નાખી મધ્યમ તાપ પર ગરમ થવા માટે મૂકો. તેલ ગરમ થઈ જાય પછી ધીમા તાપ પર તેમાં અડધા-અડધા કરી સાબૂદાણા નાખી તળી લો.સાબૂદાના તળ્યા પછી તેને એક મોટા વાસણમાં કાઢી લો.

ત્યારબાદ તેલમાં મગફળી અને બદામ નાખી 4-5 મિનિટ સુધી તળીને કાઢી લો.  મગફળી તળ્યા પછી તેલમાં થોડા થોડા કરીને બટાકાના લચ્છા નાખી કુરકુરા થતા સુધી તળી લો.

ત્યારબાદ તાપ બંદ કરી નાખો અને તેલમાં લીમડો નાખી તળીને કાઢી લો.

હવે સાબૂદાણમાં મગફળી, લીમડો,  બટાકા ખાંડ અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો.

તૈયાર છે સાબૂદાણાનો ચેવડો