Not Set/ રેસીપી/ આજે તમારા ઘરે ટ્રાય ઇન્સ્ટન્ટ મલાઈ પુરી

સામગ્રી. 1.5 કપ ખાંડ 1 કપ ગુલાબ જામુન રેડી મિક્સ 10-12  પિસ્તા 1/2 નાની ચમચી ઈલાયચી 15-20 કેસરના તાર તળવા માટે ઘી બનાવવાની રીત સૌ પહેલા તમે એક તપેલી લો તેમાં 1.5 કપ ખાંડ અને 1.5 કપ પાણી નાખી મધ્યમ તાપ પર ગરમ કરી લો. જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી તેને હલાવતા રહેવું. […]

Uncategorized

સામગ્રી.

1.5 કપ ખાંડ

1 કપ ગુલાબ જામુન રેડી મિક્સ

10-12  પિસ્તા

1/2 નાની ચમચી ઈલાયચી

15-20 કેસરના તાર

તળવા માટે ઘી

બનાવવાની રીત

સૌ પહેલા તમે એક તપેલી લો તેમાં 1.5 કપ ખાંડ અને 1.5 કપ પાણી નાખી મધ્યમ તાપ પર ગરમ કરી લો. જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી તેને હલાવતા રહેવું.

ખાંડ પાણીમાં ઓગળી જાય એટલે તેમે તેમાં 15 થી 20 કેસરના તાર, 1/2 નાની ચમચી ઈલાયચી પાવડર નાખીને 3 થી 4 મિનિટ સુધી સારી રીતે પકાવી લો. હવે તપેલીને ગેસ ઉપરથી ઉતારીને તેને ઠંડુ કરવા એક બાજુ મૂકી દો.

હવે બીજા વાસણમાં 1 કપ ગુલાબ જામુન રેડી મિક્સ લો અને તેમાં થોડું પાણી નાખી બરાબર મિક્સ કરી લઈ ચીકણું ઘોળ કરી નાખો અને તાપ ઉપર મુકેલી તપેલીમાં નાખી દો. ઘોલ બનાવતી વખતે ધ્યાન રાખો કે ઘોલ વધારે પાતળું ન બને.

એટલું થઇ જાય એટલે એક કડાઈ લો તેમાં ઘીને ગરમ કરી લો. ઘી ગરમ થઇ જાય એટલે તેમાં ઘોલને નાની પુરી જેવો આકાર આપો અને તેને તેની ઉપર ચમચી વડે ઘી નાખી પકાવી લો.

જ્યાં સુધી એક બાજુ સોનેરી બદામી થઇ જાય ત્યાં સુધી પકાવો અને થઇ જાય એટલે બીજી બાજુ ફેરવી લો. બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થઈ જાય પછી કડાઈમાંથી મલાઈ પુરી કાઢીને તેને પ્લેટ પર રાખો અને તે જ રીતે બાકીના બેટરની મલાઈ પુરી તળી લો. બાંધી પૂરી તૈયાર થઇ જાય એટલે તેને ચાસણીમાં નાંખો અને 3 થી 4 મિનિટ માટે તેમને ડૂબી રહેવા દો.

ત્યારબાદ તેને ચાસણીમાંથી બહાર કાઢીને બાકીનાને પણ ચાસણીમાં ડુબાડી બહાર કાઢો. ચાસણીમાંથી મલાઈ પુરી કાઢીને તેની ઉપર પિસ્તા નાખી ને તેને તૈયાર કરી દો. તૈયાર છે મલાઈ પુરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.