Not Set/ ફિલ્મ “તાનાજી: ધ અનસંગ વોરિયર” પર પ્રેક્ષકો અને રિવ્યૂ રાઈટર્સ ફિદા થઈ ગયા !!

ફિલ્મ “તાનાજી: ધ અનસંગ વોરિયર” પર પ્રેક્ષકો અને રિવ્યૂ રાઈટર્સ ફિદા થઈ ગયા છે. એક્શન, ઇમોશન, ડ્રામા, સ્ટોરી, અભિનય, નિર્દેશન, સિનેમેટોગ્રાફી અને મેકિંગ સહિતનું બધું જ ઉત્તમ. વાંચો દેશભરનાં રિવ્યૂ રાઈટર્સ તાનાજી વિશે શું કહે છે… તાનાજી: ધ અનસંગ વોરિયર ફિલ્મ તાનાજી માલુસરેનાં જીવન પર આધારિત છે, જેઓ છત્રપતિ શિવાજી મહારાજનાં બહાદુર સુબેદાર હતા. ફિલ્મમાં મહારાષ્ટ્રના કોંઢાણાના […]

Uncategorized

ફિલ્મ “તાનાજી: ધ અનસંગ વોરિયર” પર પ્રેક્ષકો અને રિવ્યૂ રાઈટર્સ ફિદા થઈ ગયા છે. એક્શન, ઇમોશન, ડ્રામા, સ્ટોરી, અભિનય, નિર્દેશન, સિનેમેટોગ્રાફી અને મેકિંગ સહિતનું બધું જ ઉત્તમ. વાંચો દેશભરનાં રિવ્યૂ રાઈટર્સ તાનાજી વિશે શું કહે છે…

તાનાજી: ધ અનસંગ વોરિયર ફિલ્મ તાનાજી માલુસરેનાં જીવન પર આધારિત છે, જેઓ છત્રપતિ શિવાજી મહારાજનાં બહાદુર સુબેદાર હતા. ફિલ્મમાં મહારાષ્ટ્રના કોંઢાણાના કિલ્લા પર જીત હાંસલ કરવા માટે મોગલ સેના અને મરાઠા સેના વચ્ચે યુદ્ધ થાય છે. આ ફિલ્મમાં રોમાંચક યુદ્ધ દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. ફિલ્મ 3D ફોર્મેટમાં બનાવવામાં આવી છે. તીરતલવારબાજીના દ્રશ્યો આ ફોર્મેટમાં જોવા રોમાંચક છે. મરાઠી ફિલ્મના ડિરેક્ટર ઓમ રાઉતે તાનાજીથી બોલિવૂડ ડેબ્યૂ કર્યું છે. તેમણે ડિરેક્શનની નાનામાં નાની બાબતોનું ખાસ ધ્યાન રાખ્યું છે. બાકીની કમી ફિલ્મના કલાકારોઓ પૂરી કરી છે. ઈતિહાસમાં રસ હોય તેમણે આ ફિલ્મ ખાસ જોવી જોઈએ અને બાળકોને અવશ્ય દેખાડવી જોઈએ. આવો જોઈએ દેશનું નેશનલ મીડિયા તાનાજી વિશે શું રિવ્યૂ આપે છે.

એકંદરે, તે કહેવું ખોટું નથી કે તાનાજી એક ભવ્ય અને મનોરંજક ફિલ્મ છે, જેને જોઈને ઈતિહાસની ગૌરવપૂર્ણ પરંપરાનું જ્ઞાન થાય છે. સાથે જ આપણા ઇતિહાસનાં શૂરવીરોની ગૌરવપૂર્ણ ગાથાનો પણ ખ્યાલ આવે છે. આ ભવ્ય ઐતિહાસિક ફિલ્મનાં સાક્ષી બની આપ નિરાશ થશો નહીં.
જાગરણ

છત્રપતિ શિવાજી મહારાજનાં બાળપણના મિત્ર તાનાજી પર બનેલી આ ફિલ્મને ઓમ રાઉતે ખૂબ જ કુશળતાથી બનાવી છે. તેમનું નિર્દેશન પ્રશંસાને પાત્ર છે. લાજવાબ સેટ્સ અને સ્પેશિયલ ઈફેક્ટ્સ સિવાય અજય દેવગન, કાજોલ અને સૈફ અલી ખાને પ્રશંસનીય કામ કર્યું છે. પહેલી ફ્રેમથી છેલ્લી ફ્રેમ સુધી તમે અજય દેવગન નહીં પણ તાનાજીને જ જોશો. ફિલ્મમાં કાજોલ સાવિત્રીનો રોલ કરી રહી છે. સૈફ અલી ખાન ઉદયભાનની ભૂમિકામાં જોવા મળશે. શરદ કેલકર છત્રપતિ શિવાજીની ભૂમિકા ભજવી રહ્યા છે.
લાઈવ હિન્દુસ્તાન

તાનાજીઃ ધ અનસંગ વોરિયર પૈસા વસૂલ ફિલ્મ છે.
ફિલ્મકેર

અઢળક મનોરંજન સાથેની ઐતિહાસિક ફિલ્મ. એવી ફિલ્મ ભાગ્યે જ ક્યારેક જોવા મળે છે – જે આખા જોનરને બદલાવી નાંખે છે, તાનાજી આવી જ એક ફિલ્મ છે.
કોઈમોઈ.કોમ

તાનાજી વધુ એક એવી ઐતિહાસિક ફિલ્મ છે, જે મરાઠા સામ્રાજ્યની બહાદુરીને ભવ્ય શૈલીમાં રજૂ કરવામાં સફળ રહી છે. ઐતિહાસિક ફિલ્મો અને તે પણ ખાસ કરીને યુદ્ધના વિષય પર બનેલી ફિલ્મો કેટલીકવાર બોજારૂપ, ભારે કંટાળાજનક બની જાય છે, પરંતુ નિર્માતાની ખૂબી કહેવી પડે છે કે, ઈતિહાસનાં મહત્વપૂર્ણ અધ્યાયમાંથી લેવામાં આવેલી આ વાર્તામાં શૂરવીરતા, રોમાંસ, રોમાંચ, વિશ્વાસઘાત જેવા તત્વો વણી લેવામાં આવ્યા છે.
નવભારત ટાઈમ્સ

ઈતિહાસ પર બનેલી ફિલ્મો એક પાઠ જેવી હોય છે. બાહ્ય શક્તિને ભારતની ધરતીથી દૂર રાખવાની લડતમાં ઘણા લડવૈયાઓએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ફિલ્મ તાનાજીમાં ડિરેક્ટર ઓમ રાઉત તમને ઈતિહાસનાં એવા પાનાંઓ પર લઈ જાય છે જ્યાં કેટલાક બહાદુર યોદ્ધાઓ અનામી રહ્યા હતા. તાનાજી માલુસરે છત્રપતિ શિવાજી મહારાજના ઘનિષ્ઠ મિત્ર અને વીર મરાઠા સરદાર હતા. આ ફિલ્મ તાનાજીની વીરતા, સત્ય અને દેશભક્તિની વાર્તા છે. જે જોવી જ જોઈએ.
ફિલ્મીબીટ

દિગ્દર્શક ઓમ રાઉત જેમણે આ ફિલ્મથી હિન્દી દિગ્દર્શનની શરૂઆત કરી છે તેમની પાસે આ ફિલ્મ દ્વારા સફળ થવાની તક છે. આ ફિલ્મના બેકગ્રાઉન્ડ સ્કોરથી લઈ ફિલ્મ સંગીત અને સ્વર ખૂબ જ સુંદર છે. અજય દેવગણ, કાજોલ અને સૈફ અલી ખાનની એક્ટિંગ અને તેમના દ્વારા ભજવાએલા પાત્રો માટે તેને જૂઓ.
ડીએનએ

તાનાજીઃ ધ અનસંગ વોરિયર એક મનોરંજક અને પૈસા વસૂલ ફિલ્મ છે જેને જનતાનાં દરેક વર્ગ દ્વારા પસંદ કરવામાં આવશે. બોક્સ ઓફિસ પર ખાસ કરીને મહારાષ્ટ્રમાં તે ધૂમ મચાવી શકે છે. તે 2020ની પહેલી 100 કરોડની કમાણી કરનાર ફિલ્મ બનશે.
બોલીવુડ હંગામા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.