Not Set/ અમદાવાદ/ આંબલી વિસ્તારમાં બાંધકામ સાઈટમાં સેફટી પાઈપના ફીટીંગ દરમિયાન બે મજુરના મોત

બાંધકામ સાઈટમાં મજુરોની સેફટીને  લઈને અનેકવાર પ્રશ્નો ઉભા થાય છે. બાંધકામ સાઈટો પર કામ કરતાં મજૂરોની સેફટીનોર્મ્સના પાલનમાં ચૂક થતા તેની સજા મજુર અને તેના પરિવારે ભોગવવી પડતી હોય છે. આવુ જ કઈક અમદાવાદના આંબલી વિસ્તારમાં  સામે આવ્યું છે. બાંધકામ ની સાઈટ પર ફાયર સેફટી પાઈપ લગાવતા નીચે પટકાતા બે મજુરોના મોત થયા છે. પ્રાપ્ત […]

Ahmedabad Gujarat

બાંધકામ સાઈટમાં મજુરોની સેફટીને  લઈને અનેકવાર પ્રશ્નો ઉભા થાય છે. બાંધકામ સાઈટો પર કામ કરતાં મજૂરોની સેફટીનોર્મ્સના પાલનમાં ચૂક થતા તેની સજા મજુર અને તેના પરિવારે ભોગવવી પડતી હોય છે. આવુ જ કઈક અમદાવાદના આંબલી વિસ્તારમાં  સામે આવ્યું છે. બાંધકામ ની સાઈટ પર ફાયર સેફટી પાઈપ લગાવતા નીચે પટકાતા બે મજુરોના મોત થયા છે.

પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના આંબલી વિસ્તારમાં આવેલી એક બાંધકામ સાઈટ પરથી નીચે પટકાતા બે મજુરોના મોત નીપજ્યા છે.  બંને મૃતક મજૂરો મૂળ બિહારના હતા અને બિલ્ડિગમાં ફાયર સેફ્ટીની પાઈપ લગાવવાનું કામ કરી રહ્યાં હતા.  જે દરમિયાન સીડી પરથી નીચે પટકાતા ઘટનાસ્થળે જ બંનેનું મોત નિપજ્યું. આ દુર્ઘટનાની જાણ થતાંજ સરખેજ પોલીસના કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.