રાજદ્રોહના નામે થયેલી ધરપકડોથી તેની પરિભાષા અને તેની સાથે જોડાયેલા કાયદા સાથે લોકોનું ધ્યાન ખેચાયુ છે. કોઇ પણ વ્યકતિ જો દેશની વિરૂદ્ધમાં લખીને, બોલીને, અથવા તો સંકેત આપીને કે પછી અભિવ્યક્તિ દ્વારા વિદ્રોહ કરે છે. અથવા તો નફરત ઉભી કરે છે કે પછી નફરત ઉભી કરવાની કોશિષ કરે છે, તો તેના વિરુદ્ધમાં રાજદ્રોહનો કેસ બને છે. તેના પર ઇન્ડિયન પીનલ કોડની કલમ નં ૧૨૪ એ હેઠળ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે છે. જો કે આ કાયદાને લઇને હંમેશા વિવાદ થતો રહયો છે…
આપણે વારંવાર રાજદ્રોહની વાતો સાંભળતા આવ્યા છીએ. જો કે રાજદ્રોહની સાથે ઇન્ડિયન પીનલ કોડની કલમ નં ૧૨૪ એ જોડાયેલી છે. કલમ નં ૧૨૪એ રાજદ્રોહના કાયદાને દર્શાવે છે. કલમ નં ૧૨૪એ માં રાજદ્રોહની પરિભાષા મુજબ જો કોઇ વ્યકતિ સરકાર વિરોધી સામગ્રી લખીને કે બોલીને લોકોમાં નફરત ફેલાવે છે, અથવા તો ફેલાવવાની કોશિષ કરે છે. અથવા તેવી સામગ્રીનું તેનું સમર્થન કરે છે જે નફરત ફેલાવે છે.
રાજકીય ચિહ્નોનું અપમાન કરવાની સાથે સંવિધાનને નિચુ દેખાડવાની કોશિષ કરે છે. તો તેના વિરૂદ્ધ ઇન્ડિયન પીનલ કોડની કલમ નં ૧૨૪ એ હેઠળ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે છે. દેશ વિરોધી સંગઠનની સાથે કોઇ ભૂલથી પણ સંબંધ રાખે છે, કે પછી આવા સંગઠનને કોઇ પણ પ્રકારનો સહયોગ કરે છે. તો તેના વિરૂદ્ધ પણ રાજદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે છે. આ કાયદા હેઠળ દોષી જાહેર થયા બાદ વધારેમાં વધારે આજીવન કારાવાસથી સજા થઇ શકે છે.
રાજદ્રોહ સાથે જોડાયેલો કાયદો અંગ્રેજોના જમાનાથી ચાલતો આવે છે. તે વખતે અંગ્રેજો આ કાયદાનો ઉપયોગ એવા ભારતીયોના વિરૂદ્ધમાં કરતા હતા જેઓ અંગ્રેજ સરકારની વાત માનવાનો ઇન્કાર કરી દેતા હતા. આ કલમ ૧૮પ૭માં અમલમાં આવી હતી. ઘણાં લાંબા સમયથી આ વિરોધ ચાલી રહયો છે, કે આઝાદીના આટલા વર્ષો પછી પણ હવે આ કાયદાની શું જરૂર છે..?
ઘણા કાયદાવિદનું કહેવુ છે કે રાજદ્રોહ સાથે જોડાયેલી કલમ ૧૨૪એ સંવિધાનમાં આપેલા મૌલીક અધિકાર, અભિવ્યક્તિની સ્વતંત્રતા અને અધિકારો પર દમન ગુજારે છે. કાયદાવિદનો એવો તર્ક છે કે સંવિધાનમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ લગાવવા માટેની પણ વ્યવસ્થા છે. તેવામાં આ કલમ ૧૨૪એની જરૂરીયાત નથી. તેમનો તર્ક છે કે શાંતિવ્યવસ્થા બગાડવા, ધાર્મિક ઉન્માદ ફેલાવવા, અને સામાજીક દ્રેશ પેદા કરવાના ગુનાઓ માટે ભારતના સંવિધાનમાં બીજી પણ જોગવાઇઓ કરેલી છે. જેને લઇને અંગ્રેજોના સમયથી ચાલતા આવતા આ કાયદાને ખતમ કરી નાખવો જોઇએ. સુપ્રીમકોર્ટે પણ તેના નિર્ણયોમાં એ વાત સાફ કરી છે કે સરકારની આલોચના કરવા પર કોઇના પર રાજદ્રોહ અથવા માનહાનિના દાવા ઠોકી ન બેસાડવા જોઇએ. કારણ કે ઘણા એવા કીસ્સાઓ પણ સામે આવ્યા હતા જેમાં સાફ જોવા મળ્યુ કે ઘણા કિસ્સાઓમાં જયાં જરૂર ન હતી ત્યાં પણ આ કાયદાના નામે કેસ કરી દેવામાં આવ્યા છે.
તો ઘણા વિદ્વાનોનું કહેવુ છે કે આ રાજદ્રોહનો કાયદો હજુ કડક બનવો જોઇએ. જો કે જયારે પણ રાજદ્રોહની વાત સામે આવી છે ત્યારે વિવાદ થતો રહયો છે. વિચાર, અભિવ્યક્તિનો અધિકાર આપણા સંવિધાનની કલમ ૧૯એ હેઠળ આપવામાં આવ્યો છે. તેના હેઠળ નાગરિકને તેના વિચાર વ્યકત કરવા અને અભિવ્યક્તિનો અધિકાર મળેલો છે. જો કે આ મૌલિક અધિકાર હોવા છતાં પણ તે પૂર્ણ નથી. કારણ કે સંવિધાનમાં સરકાર ૧૯બી હેઠળ તેના પર પ્રતિબંધ લગાવી શકે છે. દેશની સમપ્રભૂતાની રક્ષા, દેશની નિષ્ઠાની રક્ષા અને દેશહિતને બનાવી રાખવા. વિદેશી સંબંધોને જાળવી રાખવા માટે આ કાયદાને જાળવી રાખવાની જોગવાઇ પણ આપણા સંવિધાનમાં છે.
દેશદ્રોહની પરિભાષા ઘણી વ્યાપક છે. તેના દુરપયોગની સંભાવના પણ ઘણી છે. આ કાયદાના દુરપયોગને રોકવા માટે સીઆરપીસીની કલમ ૧૯૬માં પ્રાવધાન કરવામાં આવ્યુ છે. કે દેશદ્રોહ સંબંધિત કિસ્સાઓમાં પોલીસે ચાર્જશીટના સમયે કેસ ચલાવવા માટે કેન્દ્ર અથવા તો રાજય સરકારની સંબંધિત એજન્સીની પરવાનગી લેવી જરૂરી છે. માત્ર પોલીસની ચાર્જશીટ પર કોર્ટ નિર્ણય નથી લઇ શકતી. તેના દુરૂઉપયોગને રોકવા માટે ઘણીવાર કેન્દ્ર સરકાર પાસે કલમ ૧૨૪એની સાફ અને સટીક વ્યાખ્યા કરવાની માંગ થતી આવી છે.
જે લોકો આ કાયદાના પક્ષમાં નથી. તેમની સૌથી મોટી દલીલ છે કે તેનાથી અભિવ્યક્તિની આઝાદીના વિરોધમાં ઉપયોગ કરવામાં આવે છે. તો સરકારનું કહેવુ છે કે દેશદ્રોહીપ્ અલગાવવાદી, અને આતંકવાદી તત્વો સાથે સચોટ રીતે લડવા માટે આ કાયદાને જાળવી રાખવો જરૂરી છે.
બ્યુરોરીપોર્ટ મંતવ્ય ન્યુઝ
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
