Not Set/ રેસીપી/ આજે જ ઘરે બનાવો હેલ્દી માનચાઉ સૂપ

સામગ્રી 1 નંગ – સમારેલ ગાજર 1- નંગ – સમારેલ કેપ્સિકમ 1/2 કપ – સમારેલી કોબીજ 1 ટૂકડો – આદું 2 ચમચી – તેલ 2 ચમચી – સોયાસોસ 1 ચમચી – રેડ ચીલી સોસ 2 ચમચી – ટોમેટો કેચઅપ 1 ચમચી – મરીનો ભૂકો 1 ચમચી – કોર્નફ્લોર 1 કપ – બાફીને તળેલા નૂડલ્સ સ્વાદાનુસાર […]

Uncategorized

સામગ્રી

1 નંગ – સમારેલ ગાજર

1- નંગ – સમારેલ કેપ્સિકમ

1/2 કપ – સમારેલી કોબીજ

1 ટૂકડો – આદું

2 ચમચી – તેલ

2 ચમચી – સોયાસોસ

1 ચમચી – રેડ ચીલી સોસ

2 ચમચી – ટોમેટો કેચઅપ

1 ચમચી – મરીનો ભૂકો

1 ચમચી – કોર્નફ્લોર

1 કપ – બાફીને તળેલા નૂડલ્સ

સ્વાદાનુસાર – મીઠું

જરૂરિયાત મુજબ – પાણી

બનાવવાની રીત

સૌ પહેલા તમે નૂડલ્સને અધકચરા બાફી બફાય જાય અને તેને ઠંડા થવા દો.હવે તેમાં  જરાક કોર્ન ફ્લોરમાં મિક્સ કરી તેને ગરમ તેલમાં સારી રીતે તળી લો.હવે કડાઈમાં તેલ અને આદું મરચા સાંતળી લેવા. જે બાદ સમારીને રાખેલા ગાજર, કેપ્સિકમ, કોબીજ બધું ઉમેરી ફાસ્ટ ગેસ પર બે મિનિટ સુધી સાંતળી લો.

ત્યારબાદ તેમાં મીઠું, મરીનો ભૂકો ઉમેરી મિક્સ કરી લો. તેમાં સોયાસોસ, કેચપ, રેડ ચીલી સોસ બધું ઉમેરી મિક્સ કરી તેમાં ૩ કપ જેટલું પાણી ઉમેરવું.

તેને 5 મિનિટ ઉકાળી 1 બાઉલમાં માં 1/4 કપ પાણી લઈ તેમાં 1 ચમચી કોર્ન ફ્લોર ઓગાળી સૂપમાં ઉમેરી 2 મિનિટ ગેસ પર રાખી ગરમ કરી લો.

હવે તેમાં તળેલા નૂડલ્સ ઉમેરી લો. તૈયાર છે ગરમ ગરમ  માનચાઉ સૂપ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.