Not Set/ આ રીતે ઘરે બનાવો મોરૈયાની બરફી

સામગ્રી 100 ગ્રામ મોરૈયો 100 ગ્રામ ખાંડ 100 ગ્રામ માવો 50 ગ્રામ નાળિયેરનું ખમણ 2, 1/2 કપ દૂધ (કેસર નાંખીને) 2 ટેબલસ્પૂન કાજુનો ભૂકો 2 ટેબલસ્પૂન ચારોળી ઘી, એલચી, કેસર સજાવટ માટે ખસખસ,છોલેલી બદામની કતરી, ચારોળી બનવાની રીત પહેલા તો મોરૈયાને પાણીમાં એક કલાક સુધી પલાળી રાખવો. ત્યાર પછી પાણી નીતારી, કપડા ઉપર પાથરી દેવો.કોરો […]

Uncategorized
aaas 12 આ રીતે ઘરે બનાવો મોરૈયાની બરફી

સામગ્રી

100 ગ્રામ મોરૈયો

100 ગ્રામ ખાંડ

100 ગ્રામ માવો

50 ગ્રામ નાળિયેરનું ખમણ

2, 1/2 કપ દૂધ (કેસર નાંખીને)

2 ટેબલસ્પૂન કાજુનો ભૂકો

2 ટેબલસ્પૂન ચારોળી

ઘી, એલચી, કેસર

સજાવટ માટે ખસખસ,છોલેલી બદામની કતરી, ચારોળી

બનવાની રીત

પહેલા તો મોરૈયાને પાણીમાં એક કલાક સુધી પલાળી રાખવો. ત્યાર પછી પાણી નીતારી, કપડા ઉપર પાથરી દેવો.કોરો થાય એટલે એક તપેલીમાં 2 ચમચા ઘી નાખો, એલચીના દાણાનો વઘાર કરી, મોરિયો સાંતળવો બદામી રંગ થાય એટલે કેસર નાંખેલું દૂધ નાંખવું.

મોરિયો બફાય એટલે ખાંડ નાંખવી. ત્યારબાદ માવો, નાળિયેરનું ખમણ, કાજુનો ભૂકો, ચારોળી અને એલચીનો ભૂકો નાંખી, ધીમા તાપ ઉપર સીઝવા મૂકવું.

ફૂલી જાય એટલે 2 ચમચા ઘી નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી, થાળીમાં ઘી લગાડી, બરફી ઠારી દેવી. ઉપર ખસખસ ભભરાવી, બદામની કતરી અને ચારોળી નાંખી સજાવટ કરવી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.