Not Set/ આજે જ ટ્રાય કરો ઘરે વેજિટેબલ મખ્ખનવાલા

સામગ્રી 2 ડુંગળી 2 ગાજર 100 ગ્રામ ફણસી 100 ગ્રામ બટાકા 100 ગ્રામ કોલીફ્લાવર 100 ગ્રામ લીલા વટાણા 4 ટેબલસ્પૂન માખણ 2 ટામેટાં 1 લીંબુ 1 કપ નાળિયેરનું જાડું દૂધ 1 ટીસ્પૂન કોર્નફ્લોર 1 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી 1 નાની ઝૂડી લીલા ધાણા મીઠું, કાજુ, દ્રાક્ષ (સ્વાદઅનુસાર) વાટવાનો મસાલો બનવા માટે 4 લવિંગ 3 એલચી […]

Uncategorized
aaaamm 10 આજે જ ટ્રાય કરો ઘરે વેજિટેબલ મખ્ખનવાલા

સામગ્રી

2 ડુંગળી

2 ગાજર

100 ગ્રામ ફણસી

100 ગ્રામ બટાકા

100 ગ્રામ કોલીફ્લાવર

100 ગ્રામ લીલા વટાણા

4 ટેબલસ્પૂન માખણ

2 ટામેટાં

1 લીંબુ

1 કપ નાળિયેરનું જાડું દૂધ

1 ટીસ્પૂન કોર્નફ્લોર

1 ટેબલસ્પૂન છોલેલી બદામની કતરી

1 નાની ઝૂડી લીલા ધાણા

મીઠું, કાજુ, દ્રાક્ષ (સ્વાદઅનુસાર)

વાટવાનો મસાલો બનવા માટે

4 લવિંગ

3 એલચી

3 કટકા તજ

5 દાણા મરી

3 લીલા સૂકાં મરચાં

1/4 ટીસ્પૂન હળદર

બનાવવાની રીત

પહેલા તો ગાજરને ધોઈને છોલીને, વચ્ચેનો સફેદ ભાગ કાઢીને  લાંબી ચીર કરી લો. ફણસીના લાંબા ટકતા, બટાકાને છોલી લાંબી ચીર, ફ્લાવરનાં ઉપરનાં ફૂલના કટકા અને વટાણા બધું વરાળથી બાફી લેવું.

ત્યારબાદ એક વાસણમાં 2 ચમચા માખણ ગરમ કરી, તેમાં વાટેલો મસાલો સાંતળવો. પછી તેમાં ડુંગળીનું કચુંબર નાંખી, સાંતળવું.

ત્યારબાદ તેમાં બધાં બાફેલાં શાક, મીઠું અને ટામેટાંના કટકા નાંખવા. બરાબર સંતળાય એટલે નાળિયેરના દૂધમાં કોર્નફ્લોર મિક્સ કરી નાંખવો.

ઉકળે એટલે કાજુના કટકા, લાલ દ્રાક્ષ અને બદામી કતરી નાંખી, ઘટ્ટ થાય એટલે ઉતારી લેવું. લીંબનો રસ અને લીલા ધાણા નાંખવા. પીરસતી વખતે 2 ચમચા માખણ નાંખી, પરોઠા, બ્રેડ, નાન સાથે ઉપયોગ કરવો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.