Share Market/ 2021ના વર્ષંમાં શેરબજારની વિક્રમી તેજીએ વધારી દીધી અબજોપતિની સંખ્યા… 85થી વધીને થઇ 126

સંપત્તિની સાથે દેશના અર્થતંત્રમાં અસામાનતા પણ વધી છે. ગત વર્ષે 85 વ્યક્તિ પાસે કુલ રૂ.35.3 લાખ કરોડની સંપત્તિ હતી જે 2021માં વધી રૂ.54.6 લાખ કરોડ થઇ છે

Business

શેરબજારના બુલે પકડેલી તેજી અને પ્રાયમરી માર્કેટમાં પબ્લિક ઇસ્યુ અને સ્ટાર્ટઅપના લીસ્ટીંગની વણઝારના કારણે વર્ષ 2021માં દેશમાં અબજોપતિ સંખ્યામાં વધારો થયો છે. અબજોપતિનોની આ યાદીમાં મોટાભાગના વ્યક્તિઓ કૌટુંબિક બિઝનેસ સાહસિકો છે..104.7 અબજ ડોલર કે રૂ.7.85 લાખ કરોડની સંપત્તિ સાથે મુકેશ અંબાણી ફરી દેશના ટોચના ધનિકની યાદીમાં પ્રથમ ક્રમે છે… તેમની સંપત્તિ ગત વર્ષ કરતા 21.4 ટકા વધી છે. બીજાક્રમે અદાણી જૂથના ગૌતમ અદાણી આવે છે.

અદાણી કુટુંબની સંપત્તિ કેલેન્ડર વર્ષ 2021માં બમણી થઇ છે અને હવે 82.43 અબજ ડોલર છે. સતત બીજા વર્ષે સંપત્તિની વૃદ્ધિમાં તે દેશમાં ટોચના ક્રમે આવે છે…. નાયકા કે એફએસએન ઈ કોમર્શના પ્રમોટર ફાલ્ગુની નાયર પાસે લગભગ સાત અબજ ડોલરની સંપત્તિ છે અને હવે તે દેશના ટોચના ધનિકોની યાદીમાં 23માં ક્રમે છે.મેકોટેક ડેવલપરના ફાઉન્ડર અભિષેક લોધા 6.73 અબજ ડોલરની સંપત્તિ સાથે, પેટીએમના વિજય શેખર શર્મા 1.04 અબજ ડોલર સાથે હવે અબજોપતિની યાદીમાં આવી ગયા છે.

આ  પણ  વાંચો:ભ્રષ્ટાચારના આરોપ મામલે / સોમાલિયાના રાષ્ટ્રપતિએ ભ્રષ્ટાચારના આરોપ મામલે વડાપ્રધાન મોહમ્મદ હુસૈનને પદ પરથી હટાવ્યા

ટેકનોલજી ક્ષેત્રે દેશનું નામ રોશન કરનાર વિપ્રોના અઝીમ પ્રેમજી અને એચસીએલ ટેકના શિવ નાદાર પણ દેશના ટોચના અબજોપતિની યાદીમાં છે.ડી-માર્ટના આર.કે.દામાણી 30.1 અબજ ડોલરની સંપત્તિ સાથે આવે છે.બજાજ જૂથના રાહુલ બજાજ પણ 51 ટકા વૃદ્ધિ અને 14.4 અબજ ડોલરની સંપત્તિ સાથે યાદીમાં છે. આ વર્ષે મેટલ્સ કંપનીઓના શેરોમાં તેજી જોવા મળી હતી. સજ્જન જીન્દાલની સંપત્તિ 2021માં 104 ટકા વધી હતી, વેદાન્તાના અનિલ અગ્રવાલની સંપત્તિ 135 ટકા અને નવીન જીન્દાલની સંપત્તિ 41 ટકા વધી છે.

જો કે, સંપત્તિની સાથે દેશના અર્થતંત્રમાં અસામાનતા પણ વધી છે. ગત વર્ષે 85 વ્યક્તિ પાસે કુલ રૂ.35.3 લાખ કરોડની સંપત્તિ હતી જે 2021માં વધી રૂ.54.6 લાખ કરોડ થઇ છે. ભારતના અર્થતંત્રનું કદ વર્તમાન ભાવે માર્ચ 2020માં રૂ.203.51 લાખ કરોડ હતું…. જે માર્ચ 2021ના અંતે ઘટી રૂ.197.46 લાખ કરોડનું થયું હતું.નાણાકીય વર્ષ 2020-21 દરમિયાન કોરોના વાયરસના કારણે લોકડાઉન, વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ અને કેટલાક ક્ષેત્રોમાં સોશિયલ ડિસ્ટન્સિંગના કડક નિયંત્રણના કારણે આર્થિક પ્રવૃત્તિ ઉપર બ્રેક લાગી હતી… આ રીતે જોવા જઈએ તો દેશના અર્થતંત્રમાં વર્ષ 2020માં 85 વ્યક્તિઓ પાસે 17.34 ટકા હિસ્સો હતો… જ્યારે 2021માં તેમની સંપત્તિનો હિસ્સો વધી 27.6 ટકા થઇ ગયો છે.

આ પણ વાંચો:Covid-19 / કોરોનાજંગ સામે વધુ બે રસી-દવાને મંજૂરી, કેન્દ્રી આરોગ્યમંત્રી માંડવિયાએ ટ્વીટ કરી આપી માહિતી