સુરેન્દ્રનગર/ 108ના ચાલકે પ્રમાણિકતાની પુરી પાડી મિસાલ,. દર્દીના એમ્બ્યુલન્સમાં પડી ગયેલા રૂપિયા અને મોબાઇલ કર્યા પરત

લખતર તાલુકા ના કેસરીયા ગામ ના વતની અમૃત ભાઇ ગોવિંદ ભાઈ છાસીયા પોતાનું બાઇક લઇને હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા

Gujarat

ઇજાગ્રસ્ત ને 108 ના પાઇલોટ અને ઇએમટી એ દર્દી નું પાકીટ મોબાઈલ પડી જતા 108 ઇ.એમ.ટી ને મળેલ તેના રોકડ રૂ. 8000/તથા એક 10.000/- નો મોબાઈલ દર્દી ના સબંધીને પરત કર્યો.લખતર ના 108 ના પાયલોટ અને ઇ. એમ.ટી એ પોતાની ફરજ ની સાથે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું  હતું.

આ પણ  વાંચો:સંબોધન / કોંગ્રેસના સ્થાપના દિવસ નિમિત્તે સોનિયા ગાંધીએ સંબોધનમાં શુ કહ્યું જાણો વિગત…..

લખતર તાલુકા ના કેસરીયા ગામ ના વતની અમૃત ભાઇ ગોવિંદ ભાઈ છાસીયા પોતાનું બાઇક લઇને હાઇવે પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે લખતર હાઇવે પર આવેલ યોગીરાજ ગેસ્ટ હાઉસ પાસે પહોંચતા અચાનક બાઈક સ્લીપ ખાઇ જતાં બાઈક રોડ ના ડીવાઈડર સાથે જઇ અથડાયું હતું અને અમૃત ભાઈ ને માથા ના ભાગ માં ઇજા થતા તેઓ બેભાન થઈ ગયા હતા.ત્યારે હાઇવે પરથી પસાર થતા લોકો દ્વારા ૧૦૮ ને જાણ કરાતા ૧૦૮ ના પાઇલોટ જયપાલ સિંહ તથા ઇ. એમ.ટી દાજી ભાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

આ  પણ  વાંચો;કોંગ્રેસ સ્થાપના દિવસ / સોનિયા ગાંધી લહેરાવવા ગયા પાર્ટીનો Flag, પણ થયુ કઇંક આવુ, Video

.બેભાન પડેલ બાઈક ચાલક ને ૧૦૮ માં લઈને નીચે જોતા રોડ પર ઇજાગ્રસ્ત ના ૮૦૦૦ રૂપિયા રોકડા તથા એક મોબાઇલ નીચે પડેલ . તે ૧૦૮ ની ટીમ ને ધ્યાને આવતા તેઓ એ સાથે લઈ ઇજાગ્રસ્ત ને તાત્કાલિક સારવાર અર્થે લખતર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને ત્યાં જઈ ઇજાગ્રસ્ત ના સબંધી નો કોન્ટેક્ટ કરી દર્દી ના આઠ હાજર રૂપિયા રોકડા અને દશ હજાર ની કિંમત નો મોબાઇલ પરત આપી ૧૦૮ ના પાઇલોટ જયપાલ સિંહ તથા ઇ. એમ.ટી દાજી ભાઈ દ્વારા માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું.