Gujarat Rain Forecast/ આગામી પાંચ દિવસ માટે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની સાથે હવામાન વિભાગે આ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

Gujarat Gandhinagar Breaking News

Gandhinagar News: હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની સાથે હવામાન વિભાગે આ આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 9 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. રેડ એલર્ટના પગલે આ નવ જિલ્લામાં એનડીઆરએફની ટીમ ખડેપગે રાખવામાં આવી છે.

આ ઉપરાંત અમદાવાદ, આણંદ, વડોદરામાં પણ ભારે વરસાદ પડી શકે છે. તેની સાથે પંચમહાલ અને દાહોદમાં પણ ભારે વરસાદની આગાહી છે. ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદને લઇ હવામાન વિભાગે એલર્ટ આપ્યું છે.

આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદને લઈને રેડ એલર્ટ છે. તો સુરત, નવસારી, વલસાડ, દમણ અને, દાદરા નગર હવેલીમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને, રાજકોટમાં ભારેથી અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ નર્મદા તાપી અને ડાંગમાં ભારે વરસાદ સાથે યલો એલર્ટ છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 117 તાલુકામાં વરસાદ નોંધાયો છે. હજી આજે અને આવતી કાલે સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 2 દિવસમાં 24 ઈંચ વરસાદથી પોરબંદર પાણીમાં ગરકાવ થયું છે. લોકોનાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યાં છે. તો કલ્યાણપુરમાં 2 દિવસમાં 15 ઈંચ વરસાદ નોંધાયો છે. આ બાજુ દ્વારકામાં એક જ દિવસમાં વરસ્યો 14 ઈંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદથી ગુજરાતના 9 સ્ટેટ હાઈવે, 174 પંચાયત હસ્તકના હાઈવે અને 26 સ્થાનિક રસ્તાઓ તૂટ્યા છે. તો રિપોર્ટ અનુસાર, આ ચોમાસામાં વરસાદથી કુલ 40 લોકોનાં મોત નિપજ્યા છે. ભારે વરસાદના પગલે શુક્રવારે ગુજરાતભરમાં 45 વ્યક્તિઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતું. તો 398 વ્યક્તિઓને સલામત સ્થળે સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યા છે. હાલ ગુજરાતના 13 ડેમ હાઈઅલર્ટ પર મૂકવામાં આવ્યા છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: અમદાવાદમાં એક્રોપોલીસ મોલમાં આગ લાગી, ચોતરફ દોડધામ

આ પણ વાંચો: વડોદરામાં નારાયણ શાળાની દીવાલ ધરાશાયીના CCTV આવ્યા સામે

આ પણ વાંચો: પોરબંદરમાં 550થી વધુ લોકોનું સ્થળાંતર કરાયું, વહીવટી તંત્ર ખડેપગે