દેશમાં કોરોનાવાયરસના કેસ દરરોજ સાથે નવા રેકોર્ડ સ્થાપિત કરી રહ્યા હતા તેમાં હવે બ્રેક આવ્યો છે, જેના કારણે સૌથી મોટી રાહત જોવા મળી છે .દેશમાં કોરોનાવાયરસના નવા કેસમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે, તેની સાથે સાજા-સારા દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે તે સૌથી મોટા આશાના કિરણ સમાન છે.કે 24 કલાકમાં સૌથી વધુ 3 લાખ દર્દીઓ સાજા થયા છે.,રિકવરી અને નવા કેસમાં ઘટતો ગેપ ઘટતોજોવામાં આવ્યો છે. દેશમાં કોવિડ -19 વાયરસના વા કેસ પણ રેકોર્ડબ્રેક સ્તરે પહોંચ્યા છે એટલે કે પોણા ચાર લાખ કેસ નોંધાયા છે, જે ગઇકાલના આંકડા કરતા ઓછા નોંધવામાં આવ્યા છે.

આ સાથે છેલ્લા 24 કલાકમાં 3300 લોકોનાં મોત કોરોના વાયરસથી થયા છે તે એક ચિંતાનો વિષય ગણી શકાય.દેશનાં તમામ રાજ્યોમાં સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં 55647 નોંધવામાં આવ્યા છે.જોકે મહારાષ્ટ્રમાં લોકડાઉન લગાવ્યા પછી દવા કેસના આંકડામાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે.તે પણ મહારાષ્ટ્ર સરકાર માટે સારા ચિન્હ ગણી શકાય.

અન્ય રાજ્યોના કોરોના નવા કેસ પર નજર કરીએ તો ઉત્તર પ્રદેશમાં 30857, કર્ણાટકમાં 37733, કેરળમાં 31959, દિલ્હીમાં 20394,મધ્યપ્રદેશમાં 12662 રાજસ્થાનમાં 18298, મધ્યપ્રદેશમાં 12662, ગુજરાતમાં 13887, બિહારમાં 13534, તમિલનાડુમાં 20,768, પશ્ચિમ બંગાળમાં 17515, આંધ્રપ્રદેશમાં23920 જ્યારે હરિયાણામાં 13322 કેસ નોંધાયા છે.


