Not Set/ છુટાછેડા અને આત્મહત્યા કરાવી રહી છે PUBGની લત

અમદાવાદ, આજે ભલે બધા પબજી કે બ્લુવ્હેલ ગેઇમને ગાળો બોલતા હોય પરંતું ઓનલાઇન વિડિયો ગેમની ટેવ નવી નથી. આના કારણે પહેલા પણ લોકો અને ખાસ કરીને બાળકોના વાલીઓ  પરેશાન રહ્યાં છે. જો કે હવે આ સમસ્યા વધારે જટિલ બની રહી છે. ગેમિંગ ડિસ્‌ઓર્ડરના કારણે બાળકો તો પુનવસવાટ કેન્દ્રમાં પહોંચી રહ્યા છે. બીજી બાજુ વિડિયો ગેમના […]

Relationships
eff છુટાછેડા અને આત્મહત્યા કરાવી રહી છે PUBGની લત

અમદાવાદ,

આજે ભલે બધા પબજી કે બ્લુવ્હેલ ગેઇમને ગાળો બોલતા હોય પરંતું ઓનલાઇન વિડિયો ગેમની ટેવ નવી નથી. આના કારણે પહેલા પણ લોકો અને ખાસ કરીને બાળકોના વાલીઓ  પરેશાન રહ્યાં છે. જો કે હવે આ સમસ્યા વધારે જટિલ બની રહી છે. ગેમિંગ ડિસ્‌ઓર્ડરના કારણે બાળકો તો પુનવસવાટ કેન્દ્રમાં પહોંચી રહ્યા છે. બીજી બાજુ વિડિયો ગેમના કેટલાક ખતરનાક સામાજિક પરિણામ આવી રહ્યા છે.

વચ્ચે એવા ન્યુઝ આવ્યા હતા કે તામિલનાડુમાં સતત પબજી રમતી એક મહિલાને તેના પતિએ છુટાછેડા આપી દીધા હતા.ભરણપોષણના દાવા સમયે પતિએ કોર્ટને કહ્યું કે મારી પત્નિ આખો દિવસ પબજી નામની ગેઇમ રમે છે અને તેની અસર અમારા સંતાનોના ઉછેરમાં પડી રહી છે.

Related image

નિર્દોષ ગણાતી પબજી ગેમે કચ્છના મુંદરા તાલુકાના લુણી ગામના આશાસ્પદ યુવાનનો કથિત ભોગ લીધો હતો. સતત પબજી રમતા 18 વર્ષના યુવકે આત્મહત્યા કરી હતી. મૃતકના નજીકના પરિવારજનોની રૂબરૂમાં જણાયા અનુસાર મૃતકના મોબાઇલમાં પબજી ગેમ ડાઉનલોડ કરેલી હતી અને તે સતત આ ગેમ રમતો હતો. બ્લુ વ્હેલ ગેમમાં મોત નોંધાયા છે, પણ પબજી પ્રથમવાર સામે આવી હતી.આત્મહત્યાના બનાવના 5-6 દિવસ પહેલાં મૃતકે ખાવાનું લગભગ છોડી દીધું હતું. ઉપરાંત પરિવારના સભ્યોથી અતડો-અતડો ગુમસૂમ રહેતો હતો.

વડોદરાના સયાજીગંજ વિસ્તારમાં રહેતો 20 વર્ષીય યુવાન પોતાનો આખો દિવસ મોબાઈલમાં પબજી ગેમ રમવામાં જ પસાર કરતો હતો, આ જોતા પબજી ગેમના વ્યસની એવા આ યુવાનને તેના માતા-પિતાએ ઠપકો આપતા તે ઘર છોડીને જતો રહ્યો હતો. હવે આ યુવાનના માતા-પિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ ઘર છોડીને ભાગી ગયેલા યુવાનની શોધખોળ શરૂ કરી છે.

Image result for PUBG

ફોર્ટનાઇટ અને પબ્જી જેવા લોકપ્રિય ગેમ તો એકથી લઇને 100 લોકો સાથે રમી શકાય છે. સાથે સાથે છેલ્લે એક પ્લેયર બચે છે ત્યારે જ હાર જીત નક્કી કરવામાં આવે છે. વિડિયો ગેમ હવે તલાક અને છુટાછેડા માટેના કારણ તરીકે પણ છે.

બ્રિટનની એક ઓનલાઇન તલાક સંબંધી કંપનીએ કહ્યુ છે કે વિડિયો ગેમના કારણે સમાજમાં તલાકના કેસો પણ વધી રહ્યા છે. આ વર્ષ દાખલ કરવામાં આવેલી આશરે 200 અરજીમાં દંપત્તિમાં વિડિયો ગેમના કારણે તલાક લઇ રહેલા દંપત્તિ પણ સામેલ હતા. વિડિયો ગેમના કારણે એવી ફરિયાદ પણ મળી છે કે લતમાં ડુબેલા પતિ પત્નિ એકબીજા તરફ પણ ધ્યાન આપતા નથી. સમય મળતાની સાથે જ વિડિયો ગેમ રમવા લાગી જાય છે. આવી સ્થિતિમાં તેમની વચ્ચે સંબંધોમાં તિરાડ પડી રહી છે.

Image result for PUBG

ઓનલાઇન ગેઇમ પતિ અને પત્નિ વચ્ચે ખેંચતાણ વધવા માટે પણ આ કારણભુત બની રહી છે. રિસર્ચ સ્ટોરમાં કેટલીક નવી બાબત સપાટી પર આવી રહી છે. ગેમિંગ ડિસ્‌ઓર્ડરની વાત કરવામાં આવે તો આ સમસ્યા અથવા તો બિમારી માત્ર બાળકોમાં જ નહી બલ્કે મોટી વયના પુરૂષો અને મહિલામાં પણ જોવા મળે છે. આની નોંધ  વિશ્વ આરોગ્ય કેન્દ્રે પણ લીધી છે.