દેશની રાજધાની દિલ્હીમાં સતત બીજા દિવસે વરસાદને કારણે તાપમાનનો પારો ગગડતાં વાતાવરણ ખુશનુમા બની ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા સહિત ઘણા રાજ્યોમાં આગામી કેટલાક દિવસો સુધી વરસાદના પૂરા અંદાજો છે.જણાવી દઈએ કે, દિલ્હી-NCRમાં બે રાતથી પડી રહેલા વરસાદને કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
ભારતીય હવામાન વિભાગ અનુસાર, એવી આગાહી કરવામાં આવી છે કે 23 જૂનથી 29 જૂનની વચ્ચે દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તર પશ્ચિમ ભારત અને મધ્ય ભારતના ઘણા વિસ્તારોને આવરી લેશે. IMD દ્વારા ગુરુવારે કહેવામાં આવ્યું હતું કે દેશના તમામ ભાગોમાં હીટવેવ (લૂ)ની અસર હવે સમાપ્ત થઈ રહી છે. IMD અનુસાર, દક્ષિણ પશ્ચિમ ચોમાસું હવે મધ્ય અને પૂર્વ ભારત તરફ આગળ વધી રહ્યું છે. આ કારણે પશ્ચિમી વિક્ષેપ ઉત્તર-પશ્ચિમ વિસ્તારને અસર કરી રહ્યો છે.
ચોમાસું ક્યારે આવશે?
ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઉત્તર બંગાળના કેટલાક ભાગોમાં ચોમાસાએ એન્ટ્રી કરી લીધી છે. જોકે, પશ્ચિમ બંગાળના દક્ષિણ ભાગોમાં ચોમાસામાં વિલંબ થયો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી બે-ત્રણ દિવસમાં દક્ષિણ બંગાળમાં વરસાદનો પૂરો અંદાજ છે. 23 જૂન સુધીમાં ઉત્તરાખંડમાં ચોમાસું આવી જશે. સાથે જ વરસાદની આગાહી કરતા હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે.
આ પણ વાંચો: માતાનાં 100માં જન્મદિવસે PM થયા ભાવુક : સોશિયલ મીડિયા ઉપર લખી હૃદયસ્પર્શતી વાત
આ પણ વાંચો:/ જાણો શું છે CrPC કલમ 144
