અમદાવાદ,
આજે જે એકાદશી છે તે દરેક ક્ષેત્રમાં વિજય અપાવનારી છે. તો ચાલો જાણીએ આજની એકાદશીનું માહાત્મય, પૂજા વિધી અને તે એકાદશીની વ્રતકથા. દેશના કેટલાક ભાગોમાં હાલમાં ફાગણ મહિનો ચાલી રહ્યો છે તો ગુજરાત સહિતના કેટલાક રાજ્યોમાં મહા મહિનો ચાલી રહ્યો છે. તો ચાલો જાણીએ આ મહિનામાં આવતી એકાદશીનું માહાત્મય.
બ્રહ્માજીએ આ એકાદશી અંગે તેમના માનસપુત્ર નારદજીને જણાવ્યું હતું. તેમણે નારદજીને કહયું કે આ એકાદશી સર્વે પાપોનો નાશ કરનારી છે. આ એકાદશીની કથા ત્રેતાયુગ સાથે મર્યાદા પુરૂષોત્તમ શ્રીરામ સાથે જોડાયેલી છે. ભગવાન શ્રીરામ વનવાસના સમયે પત્ની સીતા તથા ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં રહેતા હતા. તે સમયે રાવણે સીતામાતાનું અપહરણ કર્યું હતું. અને શ્રીરામજી તથા લક્ષ્મણ વ્યાકુળ થઈ ઉઠયા હતા. તથા સીતામાતાની શોધમાં નીકળ્યા હતા. તેવે સમયે અગાધ સમુદ્ર પસાર કેમ કરવો તેનું માર્ગદર્શન મેળવવા માટે શ્રીરામ વકદાભ્ય ઋષિ પાસે ગયા હતા .જ્યાં ઋષિએ કહ્યું કે તમે જો વિજયા એકાદશીનું વ્રત કરશો તો તમે ચોક્કસપણે વિજ્યી બનશો. આ વ્રત કરવાની રીત પણ ઋષિએ જણાવી.
વિજય એકાદશી વ્રતની વિધિ
આ દિવસે પરિસ્થિતિ પ્રમાણે માટી, તાબું,ચાંદી કે સોનાનો ઘડો બનાવવાનો હોય છે. તેને પાણી ભરીને મૂકવું અને તેમાં પાંચ પાન મૂકવા. તથા ઘડાને બાજઠ પર મૂકવો. તેની પર ભગવાન નારાયણની મૂર્તિ મૂકવી. એકાદશીના દિવસે સ્નાન કરીને ધૂપ, .દીવો, નાળિયેલ મૂકીને ભગવાનનું પૂજન કરવું. ઘડા સામે ભગવાનનું ધ્યાન ધરીને મગ્ન થઇને ભગવાનનું ધ્યાન ધરવું પછી બારસના દિવસે આ ઘડાનું દાન બ્રાહ્મણને કરી દેવું. શ્રીરામચંદ્રજીએ પણ આ જ રીતે નિષ્ઠાપૂર્વક વ્રત કર્યું અને અસુરો પર વિજય મેળવ્યો હતો. વળી આ એકાદશી વ્યક્તિને મોટા યજ્ઞ જેટલું પુણ્ય આપે છે
