અમદાવાદ,
આવતીકાલે અખાત્રીજની દેશભરમાં ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષશાસ્ત્રની ગણતરી મુજબ આ વખતે ૧૧ વર્ષ બાદ અખાત્રીજ પર ૨૪ કલાકનો સર્વાર્થસિદ્ધ યોગ બની રહ્યો છે. અક્ષયતૃતીયાને વણજાયુ મુર્હત ગણવામાં આવે છે. તેથી આ દિવસે માંગલીક કાર્યોનો વિશેષ લાભ મળે છે. આ શુભમુર્હતમાં મોટા પાયે લગ્નો પણ થાય છે.
આવી સ્થિતિમાં રાત્રે ૨ઃ૦૨ કલાકથી ૪ઃ૦૦ કલાક દરમિયાન લગ્ન કરવા શુભ રહેશે. વૈશાખ મહીનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે પરશુરામ જ્યંતિની પણ ઉજવણી કરવામાં આવે છે. તેથી આવતીકાલે ભગવાન પરશુરામની જ્યંતિના કાર્યક્રમો પણ યોજાશે.અક્ષયતૃતીયાના દિવસે પહેલા બીજનો લોપ થાય છે. જો કે ભકતો માટે અખાત્રીજ અપાર સુખ સમૃદ્ધી લાવનાર બની રહેશે.
અખાત્રીજ આવતીકાલે સવારે ૪ઃ૪૭ કલાકથી શરૂ થશે તેમજ રાત્રે ૩ઃ૦૩ કલાકે પુર્ણ થશે. લગભગ વર્ષ બાદ અખાત્રીજ પર ૨૪ કલાકનો સર્વાર્થસિદ્ધ યોગ બની રહ્યો છે. જેમાં દિવસભર ગમેત્યારે કરવામાં આવેલી ખરીદી શુભ માનવામાં આવે છે. સર્વાર્થસિદ્ધી યોગને કોઈપણ કાર્યમાટે શુભ મુર્હત માનવામાં આવે છે. આ મુર્હતમાં શુક્ર અસ્ત, પંચક, ભદ્રા વગરે વિચારવાની જરૂર રહેતી નથી. આ વખતે અખાત્રીજ પર બે સ્થાઈ લગ્ન સિંહ અને વૃશ્વિક મળી રહ્યા છે. આ દરમિયાન સોનુ, વાહન, મકાન વેગેરેની ખરીદી અને પુજા કરવાથી વિષેશ લાભ મળે છે. આ દિવસે મુંડન વગેરે સંસ્કારોના પણ ખાસ લાભ મળે છે.
