ભાઈબીજનો દિવસ ભાઇ બહેનનો દિવસ છે. આ દિવસે ભાઇ પોતાની બહેન માટે પહેલેથી જ તૈયારીઓ શરૂ કરે છે. તમે પણ તમારી બહેન માટે ખાસ તૈયારી કરીને બધાથી જુદી ભેટ આપી શકો છો.
એક એવી ભેટ જે બહેન માટે ખાસ બની રહેશે અને તે છે હેલ્થ ઇન્શ્યોરન્સ. જી હા, કોરોનાએ લોકોને હેલ્થ ઈન્શ્યોરન્સનું મહત્ત્વ સમજાવી દીધું છે. હેલ્થ ઈન્શ્યોરન્સથી બહેન જ્યારે બીમાર પડે ત્યારે યોગ્ય સારવાર મેળવી શકશે. તમે બહેનનો જનરલ હેલ્થ ઈન્શ્યોરન્સ અથવા કોરોના માટે અલગથી ઈન્શ્યોરન્સ કરાવી શકો છો. જો તમારી કોઈ નાની બહેન છે તો તમે તેના નામ પર સુકન્યા, પીપીએફ અથવા રિકરિંગ ડિપોઝિટ (આરડી)માં રોકાણ કરાવી શકો છો. આ યોજનામાં મેચ્યોરિટી પર ગેરંટી રિટર્ન મળે છે. રોકાણ કોઈપણ બેંક અથવા પોસ્ટ ઓફિસમાં કરી શકો છો. તે ઉપરાંત તમે તમારી બહેન માટે SIP અથવા મ્યુચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરી શકો છો. જો તમારી બહેન નાની છે જે કોલેજમાં અભ્યાસ કરી રહી છે તો તેની આર્થિક જરૂરિયાતને પૂરી કરવા માટે ક્રેડિટ કાર્ડ ગિફ્ટ કરી શકો છો. તેનાથી પૈસાની જરૂરિયાત પડવા પર તેને સમસ્યાનો સામનો નહીં કરવો પડે. તમે ક્રેડિટ કાર્ડની લિમિટ પોતાની બહેનની જરૂરિયાતના આધાર પર નક્કી કરી શકો છો. જો તમારી બહેનનું સેવિંગ અકાઉન્ટ નથી તો તમે તેને એક નિશ્ચિત રકમ કોઈ બેંકમાં બચત ખાતું ખોલાવીને આપી શકો છો. તેનાથી તેને હંમેશાં કેશ લઈ જવાની જરૂર નહીં પડે અને તેને જમા પર વ્યાજ પણ મળતું રહેશે.
જો તમારી બહેનને ફરવાનો શોખ છે તો તમે તેને ટૂર પેકેજ પણ ગિફ્ટ કરી શકો છો. IRCTC સહિત ઘણી ટૂર એન્ડ ટ્રાવેલ કંપનીઓ ઘણા પ્રકારના ટૂર પેકેજ ઓફર કરી રહી છે. તમે તમારા બજેટ અને બહેનની પસંદના હિસાબથી તેને ટૂર પેકેજ ગિફ્ટ કરી શકો છો. આ રીતે બહેન માટે એડવાન્સમાં જ ભેટની તૈયારી કરી બહેનને વિશેષ ગીફ્ટ આપી ભાઇ-બીજને બનાવો ખાસ.
