Lifestyle: જો તમે હૅલ્થ માટે સભાનતા ધરાવો છો તો મેંદા (Maida)માંથી બનેલી વાનગીના વિકલ્પે આ આટા પોકેટ્સ (Atta Pockets) વાનગી ઘણી જ હૅલ્ધી (Healthy) રહેશે. મોટાભાગના લોકો નાસ્તામાં પરોઠા ખાવાનું પસંદ કરતા હોય છે અને જો તમે એકધારું પરોઠાના નાસ્તાથી કંટાળી ગયા છો તો તમારા નોર્મલ ઘઉંના લોટના પરોઠામાં થોડોક ટિવસ્ટ આપીને એક મસ્ત રેસિપી બનાવી શકો છો જેને ઘઉંના લોટ અને મસાલાથી તૈયાર કરવામાં આવે છે. આ પરોઠા (Parotha)માં મુખ્ય સ્ટફિંગ સામગ્રી ડુંગળી (Onion Stuffing) રહેશે. આ રેસિપી (Recipe) બનાવવામાં જેટલી આસાન છે એટલી જ ખાવામાં મજેદાર છે. તો ચાલો ફટાફટ જોઇ લઇએ ઘઉંના લોટમાંથી બનતા પરોઠાની સામગ્રી અને બનાવવાની વિધિ અંગે…
શી રીતે બનાવશે ઘઉંના લોટનો નાસ્તો?
ઘઉંના લોટનો નાસ્તો બનાવવા માટે તમારે આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
લોટ બાંધવા માટે-
2 કપ ઘઉંનો લોટ
2 ચમચી ઘી
પાણી જરુર મુજબ

સ્ટફિંગ માટે-
1 ઝીણી સમારેલી ડુંગળી
2 લસણની કળી
3 લીલા મરચાં
3 ચમચી ઝીણી સમારેલી કોથમીર
3 ચમચી ઝીણો સમારેલો ફુદીનો
1/4 ટીસ્પૂન જીરાનો પાઉડર
1/2 ટીસ્પૂન ગરમ મસાલો
1/4 ટીસ્પૂન મીઠું
સ્વાદાનુસાર મીઠું
તળવા માટે તેલ

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ 2 કપ ઘઉંનો લોટ (Wheat Flour) લઇને એમાં સ્વાદાનુસાર મીઠું અને 2 ચમચી ઘી (Salt, Ghee) ઉમેરીને મુલાયમ લોટ બાંધી લેવો. આ લોટને 20 મિનિટ સુધી ઢાંકીને રેસ્ટ આપવો અને ત્યાં સુધી સ્ટફિંગની તૈયારી કરવી.
2. સ્ટફિંગ બનાવવા માટે 1 ડુંગળીને ઝીણી સમારી લો. એમાં બારીક કરેલી 2 લસણ (Garlic)ની કળી અને 3 લીલા મરચાં પણ મિક્સ કરી દો. હવે 3 ચમચી ઝીણી સમારેલી કોથમીર અને ફુદીના (Mint)ના પાન પણ ભેળવી દો.
2. હવે એમાં 1/4 ટીસ્પૂન જીરાનો પાઉડર, 1/2 ટીસ્પૂન ગરમ મસાલો, 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરો. હવે આ તમામ ચીજવસ્તુઓને સારી રીતે મિશ્રણમાં ભેળવી દો.
3. નાસ્તો બનાવવા માટે તમારે લોટમાંથી લુવા પાડીને એને મોટી સાઇઝમાં પાતળું વણી લેવું. તમે જે રેગ્યુલર રોટલી બનાવો છો એના કરતા તમારે ડબલ વણવાનું રહેશે.
4. હવે એના ઉપર હળવું તેલ લગાવીને સૂકો લોટ ભભરાવી દેવો. એની ઉપર તમારે ડુંગળીવાળું સ્ટફિંગ મૂકીને ફેલાવવાનું છે. હવે આ રોટલીને બે ભાગમાં વાળી લો. એને ત્યારબાદ એક સ્વેર આકારમાં ફોલ્ડ કરો.
5. આ જ પ્રમાણે તમામ લુવાના ફોલ્ડ્સ વચ્ચે-વચ્ચે તેલ લગાવતા જઇને એની ઉપર લોટ ભભરાવતા જઇને સ્ટફિંગ ભરીને તૈયાર કરી લો. આનાથી નાસ્તો ઘણો જ ક્રિસ્પી (Crispy) બનશે!
6. એક પૅનમાં થોડું તેલ ગરમ કરીને આ તમામ ફોલ્ડ્સને શૅલો ફ્રાય (Shallow Fry) કરી લેવા. ગૅસની ફ્લેઇમ મીડિયમ રાખવી. તેલ લગાવીને ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન પરોઠા શેકી લેવા.
તૈયાર છે ઘઉંના મજેદાર કુરકુરા પરોઠા! આ સુપર હૅલ્ધી નાસ્તા (Healthy Snack)ને તમે લીલી કોથમીર-મરચાંની ચટણી સાથે સર્વ કરી શકો છો. નાના-મોટાં સૌ કોઇને આ નાસ્તો ઘણો જ પસંદ પડે છે અને જો તમે ક્યાંક ફરવા જવાનું પ્લાન કરી રહ્યાં હો તો સફરમાં લઇ જવા માટે આ નાસ્તો ઉત્તમ રહેશે.
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
આ પણ વાંચો: દિવાળીએ ઘરે જ બનાવો ટેસ્ટી-હૅલ્ધી કરારા મગ દાળ સમોસા, ફટાફટ રેસિપી..!
