Not Set/ આશ્ચર્યજનક છે આ છોડ, કરશે વાસ્તુદોષને દૂર

અમદાવાદ, ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવા માટે જુદી જુદી વાસ્તુટિપ્સ અપનાવાય છે પરંતુ શું તમે જાણો છો કે  કેટલીક વનસ્પતિ કે ફૂલ છોડ પણ વાસ્તુ દોષના નિવારણ રૂપે ઉપયોગી થઈ પડે છે. આવો જ એક છોડ મળી આવે છે છિંદવાડાના આસપાસના આદિવાસી વિસ્તારમાં. આ છોડનો આકાર ઘડિયાળના કાંટા જેવો હોવાથી તેને સ્થાનિક નામ ઘડી કાંટા છોડ તરીકે પણ […]

Uncategorized
tqq 23 આશ્ચર્યજનક છે આ છોડ, કરશે વાસ્તુદોષને દૂર

અમદાવાદ,

ઘરમાં વાસ્તુ દોષને દૂર કરવા માટે જુદી જુદી વાસ્તુટિપ્સ અપનાવાય છે પરંતુ શું તમે જાણો છો કે  કેટલીક વનસ્પતિ કે ફૂલ છોડ પણ વાસ્તુ દોષના નિવારણ રૂપે ઉપયોગી થઈ પડે છે. આવો જ એક છોડ મળી આવે છે છિંદવાડાના આસપાસના આદિવાસી વિસ્તારમાં. આ છોડનો આકાર ઘડિયાળના કાંટા જેવો હોવાથી તેને સ્થાનિક નામ ઘડી કાંટા છોડ તરીકે પણ ઓળખાય છે.

આ છોડની ખાસિયત છે કે સૂર્યાદયથી સૂર્યાસ્ત સુધી આ છોડના  પાંદડા ઘડિયાળના કાંટાની જેમ ફર્યા કરે છે. અને વનસ્પતિ શાસ્ત્રીઓ કહે છે કે આ છોડ જડીબુટ્ટીઓની તપાસ દરમિયાન મળી આવ્યા હતા. આ  છોડનો ઉપયોગ મંત્ર તંત્રથી માંડીને વાસ્તુમાં થાય છે

આ છોડ ઘરમાં રાખવાથી હકારાત્મક ઉર્જાનો  અનુભવ થાય છે તેમજ સુખ શાંતિનો  અનુભવ થાય છે. તેને તમે ઘરના બગીચાથી માંડીને નાના કૂંડામાં ઘરમાં રાખી શકો છો. પરંતુ હા આ છોડ એવી જગ્યાએ રાખવો જ્યાં તડકો આવતો હોય.

જોકે વાસ્તુ નિષ્ણાત કહે છે કે આ પ્રકારના છોડ ભાગ્યે જ મળતા હોય છે તેથી વ્યક્તિ મની પ્લાન્ટ જેવો સરળતાથી મળતો વેલો વાવીને પણ વાસ્તુદોષ દૂર કરી શકે છે.