Not Set/ RIP/ અંતિમયાત્રા પર નીકળ્યા દિગ્ગજ એક્ટર જગદીપ,જુઓ ફોટો

બોલિવૂડના દિગ્ગજ એક્ટર જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. પુત્ર જગદીપના પાર્થિવ શરીરને પુત્ર જાવેદ જાફરી અને નાવેદ અંતિમ યાત્રા પર લઈ જવા માટે સવારે બાંદ્રા સ્થિત તેમના ઘરેથી નીકળી ચુક્યા છે. અભિનેતા જગદીપને દક્ષિણ મુંબઈમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. અહેવાલો અનુસાર અભિનેતા જગદીપ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. જગદીપનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ […]

Uncategorized
7bc0e5b2248debd2141988dee16ce3a8 RIP/ અંતિમયાત્રા પર નીકળ્યા દિગ્ગજ એક્ટર જગદીપ,જુઓ ફોટો

બોલિવૂડના દિગ્ગજ એક્ટર જગદીપનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. પુત્ર જગદીપના પાર્થિવ શરીરને પુત્ર જાવેદ જાફરી અને નાવેદ અંતિમ યાત્રા પર લઈ જવા માટે સવારે બાંદ્રા સ્થિત તેમના ઘરેથી નીકળી ચુક્યા છે.

અભિનેતા જગદીપને દક્ષિણ મુંબઈમાં સુપુર્દ-એ-ખાક કરવામાં આવશે. અહેવાલો અનુસાર અભિનેતા જગદીપ છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા.

જગદીપનું અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું.

અસલી નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી ઉર્ફે જગદીપે વર્ષ 1951 માં ફિલ્મ ‘અફસાના’ થી તેમની ફિલ્મ સફરની શરૂઆત કરી હતી.

આ ફિલ્મથી પ્રખ્યાત ફિલ્મ નિર્માતા બી.આર.ચોપરાએ દિગ્દર્શનમાં પગલું ભર્યું હતું. એવું કહેવામાં આવે છે કે જગદીપને આ ભૂમિકા માટે ત્રણ રૂપિયા ચૂકવવાનું વચન આપવામાં આવ્યું હતું, પરંતુ વાતચીત બાદ આ રકમ બમણી કરવામાં આવી હતી.

દિગ્ગજ અભિનેતા જગદીપે તેમની ફિલ્મી કારકિર્દીમાં એક કરતા વધારે ફિલ્મ આપી છે પરંતુ શોલેમાં તેમનું ‘સૂરમા ભોપાલી’નું પાત્ર હંમેશા યાદગાર રહ્યું છે. આ પાત્રમાં જગદીપે તેમના શક્તિશાળી અભિનયથી અલગ જીવન આપ્યું હતું. 29 માર્ચ 1939 ના રોજ અમૃતસરમાં જન્મેલા સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી ઉર્ફે જગદીપે લગભગ 400 ફિલ્મોમાં કામ કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.