IPL Auction: ઇંગ્લેન્ડના અનુભવી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ (Ben Stocks) ને આ મહિનાના અંતમાં સાઉદી અરેબિયાના જેદ્દાહમાં યોજાનારી IPL 2025 માટે ખેલાડીઓની મેગા ઓક્શનમાં સામેલ કરવામાં આવશે નહીં. મંગળવારે રાત્રે તેના ઓફિશિયલ એક્સ હેન્ડલ પરથી માહિતી આપતાં IPLએ કહ્યું હતું કે 24 અને 25 નવેમ્બરે મેગા ઓક્શનનું આયોજન કરવામાં આવશે. કુલ 1574 ખેલાડીઓએ આ માટે નોંધણી કરાવી છે, જેમાં ઋષભ પંત (Rishabh Pant), કેએલ રાહુલ (K L Rahul), મિશેલ સ્ટાર્ક (Mitchel Starc)અને શ્રેયસ ઐયર (Shreyash Iyer) જેવા અનુભવી ખેલાડીઓ પણ સામેલ છે.

પંત, શ્રેયસ અને રાહુલ
આ વખતે હરાજીમાં જોવા મળશે જેમને તેમની ફ્રેન્ચાઈઝીએ જાળવી રાખ્યા નથી. પંત, રાહુલ અને શ્રેયસ, જે અનુક્રમે દિલ્હી કેપિટલ્સ, લખનૌ સુપર જાયન્ટ્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)ની કેપ્ટનશીપ કરી રહ્યા હતા, હવે હરાજીના ટેબલ પર હશે. આ ત્રણેય ખેલાડીઓએ રૂ. 2 કરોડની બેઝ પ્રાઇસ કેટેગરીમાં પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે જે હરાજીમાં સૌથી વધુ બેઝ પ્રાઇસ કેટેગરી છે. આ યાદીમાં અનુભવી ઓફ સ્પિનરો રવિચંદ્રન અશ્વિન (Ravichandran Ashwin અને યુઝવેન્દ્ર ચહલ (Yuzwendra Chahal) નો પણ સમાવેશ થાય છે, જેમને રાજસ્થાન રોયલ્સ દ્વારા રીટેન ના કરી બહારનો રસ્તો બતાવ્યો છે.

ફાસ્ટ બોલર મોહમ્મદ શમી, જે ગયા વર્ષે ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપ બાદથી ક્રિકેટમાંથી બહાર છે, તે પણ 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈસ સાથે આ યાદીમાં સામેલ છે. શમીને ગુજરાત ટાઇટન્સે જાળવી રાખ્યો નથી અને હવે તે હરાજીમાં ઉતરશે. તે જાણીતું છે કે ઈજાના કારણે શમી લગભગ એક વર્ષથી કોઈ મેચ રમ્યો નથી.
આ ભારતીયોનો પણ સૌથી વધુ આધાર મૂલ્યની યાદીમાં
ખલીલ અહેમદ, દીપક ચહર, વેંકટેશ અય્યર, અવેશ ખાન, ઈશાન કિશન, મુકેશ કુમાર, ભુવનેશ્વર કુમાર, પ્રસિદ્ધ કૃષ્ણ, ટી. નટરાજન, દેવદત્ત પડિકલ, કૃણાલ પંડ્યા, હર્ષલ પટેલ, અર્શદીપ સિંઘનો સમાવેશ થાય છે. વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ અને ઉમેશ યાદવ જેવા અન્ય ભારતીય ખેલાડીઓએ પણ 2 કરોડ રૂપિયાની સર્વોચ્ચ બેઝ પ્રાઈસ સાથે આ યાદીમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

સ્ટાર્ક પર રહેશે નજર, એન્ડરસનનો પણ સમાવેશ કરવામાં આવશે
જે છેલ્લી હરાજીમાં IPLના ઈતિહાસમાં સૌથી મોંઘા વેચાતો ખેલાડી બન્યો હતો, તે ફરી એકવાર હરાજીમાં જોવા મળશે કારણ કે તેની ટીમ KKRએ તેને રિલીઝ કર્યો હતો. સ્ટાર્ક છેલ્લે રૂ. 24.50 કરોડમાં વેચાયો હતો અને આ વખતે તેને રૂ. 2 કરોડની મૂળ કિંમતમાં સામેલ કરવામાં આવશે. બીજી તરફ ઈંગ્લેન્ડના ફાસ્ટ બોલર જોફ્રા આર્ચર પણ સમાન બેઝ પ્રાઈસ સાથે આ યાદીમાં સામેલ છે. આર્ચર 2023 થી IPL રમ્યો નથી. તે જ સમયે, ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને પણ પોતાને હરાજી માટે ઉપલબ્ધ કરાવ્યો છે અને તેની મૂળ કિંમત 1.25 કરોડ રૂપિયા છે. એન્ડરસન 2014થી એકપણ ટી20 રમ્યો નથી. તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે અને તે ઈંગ્લેન્ડના બોલિંગ કોચની ભૂમિકા નિભાવી રહ્યો છે.

IPL દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 4 નવેમ્બર સુધી મેગા ઓક્શન માટે સાઉથ આફ્રિકામાં સૌથી વધુ ખેલાડીઓ છે. 1165 ભારતીય અને 409 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સામેલ છે. તેમની વચ્ચે 30 સહયોગી દેશોના ખેલાડીઓ પણ છે. સાઉથ આફ્રિકાના ખેલાડીઓએ IPL માટે સૌથી વધુ નોંધણી કરી છે. તેમની સંખ્યા 91 હોવાનું કહેવાય છે.
આ પણ વાંચો:‘મમ્મી, કુસ્તી મારી સામે મેચ જીતી ગઈ’, વિનેશ ફોગટે ટ્વીટ કરી કુસ્તીમાંથી લીધી નિવૃતિ
આ પણ વાંચો:વિનેશ ફોગટનું ઓલિમ્પિકમાંથી બહાર થવું શું ખરેખર ષડયંત્ર ?
