Not Set/ બોલિવૂડ/ દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર ઋષિ કપૂરે માર્યો ટોંણો, પ્રેમમાં છો કે દિલ્હીમાં

દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી એર પોલ્યુશનમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. પ્રદૂષણની માત્રામાં થઇ રહેલા વધારેને પહોચી વળવા સરકાર દ્વારા આજથી ઓડ-ઇવન યોજનાને લાગુ કરવામાં આવી છે. ઘણા રાજનીતિક પક્ષોએ દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, ત્યારે હવે બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરે તાજેતરમાં […]

Uncategorized
Rishi Kapoor બોલિવૂડ/ દિલ્હીમાં વધતા પ્રદૂષણ પર ઋષિ કપૂરે માર્યો ટોંણો, પ્રેમમાં છો કે દિલ્હીમાં

દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી એર પોલ્યુશનમાં વધારો થઇ રહ્યો છે. જેને લઇને દિલ્હીવાસીઓને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે. પ્રદૂષણની માત્રામાં થઇ રહેલા વધારેને પહોચી વળવા સરકાર દ્વારા આજથી ઓડ-ઇવન યોજનાને લાગુ કરવામાં આવી છે. ઘણા રાજનીતિક પક્ષોએ દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ પર પોતાની પ્રતિક્રિયાઓ આપી છે, ત્યારે હવે બોલીવુડ અભિનેતા ઋષિ કપૂરે તાજેતરમાં જ દિલ્હીની પ્રદૂષણ સમસ્યા અંગે એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યું છે.

Image result for rishi kapoor talk delhi air pollution"

ઋષિ કપૂરે આ વખતે દિલ્હી એનસીઆરમાં વધતા પ્રદૂષણ પર પોતાના ટ્વિટ દ્વારા નિશાન સાધ્યુ છે. ઋષિ કપૂરે પોતાની ટ્વિટમાં દિલ્હીનાં પ્રદૂષણને લઇને એક મીમ શેર કર્યુ છે. જેમાં લખ્યું હતું કે, ‘શ્વાસ ફૂલી જવો, ગભરામણ થવી, ભીંજાયેલી આંખો કાં તો તમે પ્રેમમાં છો કે પછી દિલ્હીમાં …’ આ મીમ શેર કરતાં ઋષિ કપૂરે લખ્યું, એકદમ સાચુ.

આપને જણાવી દઇએ કે, આ સમયે દિલ્હીમાં પ્રદૂષણનું સ્તર ખૂબ જ જોખમી સ્તર પર પહોંચી ગયું છે, જે ખૂબ ચિંતાનો વિષય છે. જણાવી દઈએ કે, ઋષિ કપૂર સિવાય અભિનેત્રી પ્રિયંકા ચોપડા અને અભિનેતા અર્જુન રામપાલે પણ આ ઝેરી પ્રદૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

Image result for arjun rampal talk delhi air pollution"

આ વિશે અર્જુન રામપાલે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે તેમણે લખ્યું, ‘હું હમણાં જ દિલ્હી પહોંચ્યો છું. અહીંની હવા શ્વાસ લેવામાં બિલકુલ સક્ષમ નથી. આજે શહેરની હાલત ખરેખર કફોડી છે. પ્રદૂષણ દેખાય છે, ચારેબાજુએ ઝાકળ ફેલાઈ ગઈ છે. લોકો માસ્ક પહેરે છે. છેવટે, કોઈને જાગૃત કરવા અને યોગ્ય પગલા ભરવા માટે કેટલી વધુ આફતોની જરૂર છે? જો અમે ખોટા છીએ તો અમને કહો? # દિલ્હી બચાઓ.

Image result for rishi kapoor talk delhi air pollution"

અભિનેત્રી પ્રિયંકાએ લખ્યું, “ધ વ્હાઇટ ટાઇગરનાં શૂટિંગનાં દિવસે… આ શહેરમાં હમણાં શૂટિંગ કરવું ખૂબ મુશ્કેલી થઈ રહી છે, મને સમજ નથી પડતી કે લોકો આ પરિસ્થિતિમાં અહીં કેવી રીતે જીવે છે. આભારી છીએ કે અમારી પાસે એર પ્યુરિફાયર્સ અને માસ્ક જેવી સુવિધાઓ છે. ગરીબ અને બેઘર લોકો માટે પ્રાર્થના કરો. દરેક વ્યક્તિ પોતાનું ધ્યાન રાખે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.