UK PM Race/ બ્રિટિશ PMની રેસમાં ઋષિ સુનકનો વધૂ મજબૂત દાવો, ચોથા રાઉન્ડમાં 118 વોટ સાથે ટોપ પર

બ્રિટિશ PMની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે પોતાનો દાવો વધૂ મજબૂત કર્યો છે, ચોથા રાઉન્ડના વોટિંગમાં તેમને 118 વોટ મળ્યા હતા, આ સાથે પૂર્વ સમાનતા મંત્રી કેમી બેડેનોચ પીએમની રેસમાંથી બહાર થઈ ગયા છે

Top Stories World
1 2 7 બ્રિટિશ PMની રેસમાં ઋષિ સુનકનો વધૂ મજબૂત દાવો, ચોથા રાઉન્ડમાં 118 વોટ સાથે ટોપ પર

બ્રિટિશ PMની રેસમાં ભારતીય મૂળના ઋષિ સુનકે પોતાનો દાવો વધૂ મજબૂત કર્યો છે. ચોથા રાઉન્ડના વોટિંગમાં તેમને 118 વોટ મળ્યા હતા. આ સાથે પૂર્વ સમાનતા મંત્રી કેમી બેડેનોચ પીએમની રેસમાંથી બહાર થઈ ગયા છે.

તેમને 59 મત મળ્યા હતા. જેના કારણે માત્ર ત્રણ જ ઉમેદવારો રેસમાં બચ્યા હતા. બિઝનેસ મિનિસ્ટર પેની મોર્ડાઉન્ટને 92 અને વિદેશ મંત્રી લિઝ ટ્રસને 86 વોટ મળ્યા હતા. હવે આગામી રાઉન્ડમાં સુનક, પેની મોર્ડાઉન્ટ અને લિઝ ટ્રસ વચ્ચે મુકાબલો થશે.

ગુરુવાર સુધી માત્ર બે ઉમેદવારો અંતિમ યાદીમાં સ્થાન મેળવી શકશે. સોમવારે યોજાયેલા ત્રીજા રાઉન્ડના મતદાનમાં પૂર્વ નાણામંત્રી સુનકને 115 વોટ મળ્યા હતા. જયારે બીજા રાઉન્ડમાં 101 અને પ્રથમ રાઉન્ડમાં 88 મત મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે સુનક તમામ તબક્કામાં ટોચ પર રહ્યા છે.

નોંધનીય છે કે ભારતીય મૂળના બ્રિટિશ રાજકારણી ઋષિ સુનકને ત્રીજા રાઉન્ડના મતદાનમાં 115 મત મળ્યા હતા. સુનક ઉપરાંત વેપાર મંત્રી પેની મોર્ડેન્ટને 82 વોટ, ફોરેન સેક્રેટરી લિઝ ટ્રસને 71 વોટ અને કેમી બેડેનોકને 58 વોટ મળ્યા હતા. મંગળવારે મતદાનના આગલા રાઉન્ડમાં સૂચિ વધુ સંકોચાય તેવી અપેક્ષા છે. ગુરુવાર સુધી માત્ર બે ઉમેદવારો જ મેદાનમાં રહેશે. 5 સપ્ટેમ્બર સુધીમાં, વિજેતા ઉમેદવાર તત્કાલિન વડા પ્રધાન બોરિસ જોનસનની જગ્યાએ નવા વડા પ્રધાન તરીકે શપથ લેશે.

ભારતીય મૂળના બ્રિટિશ રાજનેતા અને બોરિસ જોનસન સરકારમાં નાણામંત્રી રહેલા ઋષિ સુનક શરૂઆતથી જ પીએમ બનવાની રેસમાં આગળ છે. પહેલા રાઉન્ડના વોટિંગમાં સુનકને 88 વોટ મળ્યા હતા, તેમને બીજા રાઉન્ડના મતદાનમાં 101 મત મળ્યા હતા.

બ્રિટનના વડા પ્રધાનપદના અગ્રણી ઋષિ સુનકે કહ્યું કે તેમને તેમના ભારતીય સસરા ઇન્ફોસિસના સહ-સ્થાપક નારાયણ મૂર્તિ અને સુધા મૂર્તિની સિદ્ધિઓ પર ગર્વ છે. રવિવારે રાત્રે એક ચેનલ પર ચર્ચા દરમિયાન તેમણે કહ્યું, ‘હું હંમેશા સામાન્ય રીતે બ્રિટિશ કરદાતા રહ્યો છું. મારી પત્ની બીજા દેશની છે તેથી તેની સાથે અલગ વર્તન કરવામાં આવે છે, પરંતુ આ મુદ્દો ઉકેલાઈ ગયો હતો.