Rohit Sharma records/ રોહિત શર્માએ માત્ર 21 રન બનાવ્યા બાદ ઈતિહાસ રચ્યો, સેહવાગે પાછળ છોડી દીધો

કેપ્ટન રોહિત શર્માએ ચોથી ટેસ્ટ મેચમાં 21 રન બનાવતાની સાથે જ પોતાની કારકિર્દીમાં 17000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરી લીધા છે.

Sports

હિટમેન તરીકે જાણીતા રોહિત શર્મા હંમેશા Rohit Sharma-Record તેની વિસ્ફોટક બેટિંગ માટે પ્રખ્યાત રહ્યો છે. તેની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ ઓપનરોમાં થાય છે. બોર્ડર-ગાવસ્કર સિરીઝમાં ટીમ ઈન્ડિયાએ તેમની કેપ્ટનશીપમાં પ્રથમ બે ટેસ્ટ મેચ જીતી હતી, પરંતુ ત્રીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને 9 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ટીમ ઈન્ડિયા હાલ અમદાવાદના મેદાન પર ઓસ્ટ્રેલિયા Rohit Sharma-Record સામે ચોથી ટેસ્ટ રમી રહી છે. આ મેચમાં કેપ્ટન રોહિત શર્માએ માત્ર 21 રન બનાવીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. ચાલો તેના વિશે જાણીએ.

રોહિતે આ મોટી સિદ્ધિ હાંસલ કરી
ટીમ ઈન્ડિયા હાલમાં ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટમાં પ્રથમ દાવમાં Rohit Sharma-Record બેટિંગ કરી રહી છે. કેપ્ટન રોહિત શર્માએ આ મેચમાં 21 રન બનાવતાની સાથે જ પોતાની કારકિર્દીમાં 17000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કરી લીધા છે. તેણે કુલ 438 મેચમાં આ રન બનાવ્યા છે. તે જોરદાર લયમાં જોવા મળી રહ્યો છે. આ સાથે જ ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં પણ તેણે 120 રનની તોફાની ઇનિંગ રમી હતી.

આ જાયન્ટ્સની બરાબરી કરી
રોહિત શર્મા ત્રણેય ફોર્મેટમાં 17000થી વધુ રન બનાવનાર ભારતનો છઠ્ઠો બેટ્સમેન Rohit Sharma-Record બની ગયો છે. તેણે મહેન્દ્ર સિંહ ધોનીની બરાબરી કરી લીધી છે. ધોનીના નામે 535 મેચમાં 17092 રન છે. જ્યારે વિરેન્દ્ર સેહવાગે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં 16892 રન બનાવ્યા છે. સચિન તેંડુલકરે ત્રણેય ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવ્યા છે. તેણે 664 મેચમાં 34357 રન બનાવ્યા છે.

ત્રણેય ફોર્મેટમાં ભારત માટે સૌથી વધુ રન બનાવનાર:

1. સચિન તેંડુલકર – 34357 રન

2. વિરાટ કોહલી – 25047 રન

3. રાહુલ દ્રવિડ – 24064 રન

4. સૌરવ ગાંગુલી – 18433 રન

5. મહેન્દ્ર સિંહ ધોની – 17092 રન

6. રોહિત શર્મા – 17009 રન

ભારત માટે ત્રણેય ફોર્મેટ રમ્યા
રોહિત શર્માએ ટીમ ઈન્ડિયા માટે ઘણી મેચ પોતાના દમ પર જીતી Rohit Sharma-Record આપી છે. તે લાંબી-લાંબી સિક્સર મારવા માટે પ્રખ્યાત છે અને એકવાર તે ક્રીઝ પર સ્થિર થયા પછી રોહિત શર્મા મોટી ઇનિંગ્સ રમવા માટે જાણીતા છે. ભારતની ધરતી પર તેમનું અલગ સ્વરૂપ જોવા મળે છે. તેણે ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 48 ટેસ્ટ મેચમાં 3344 રન બનાવ્યા છે, જેમાં તેણે 9 સદી ફટકારી છે. 241 વનડેમાં 9782 રન બનાવ્યા, જેમાં 30 સદી સામેલ છે. 148 T20 મેચમાં 3853 રન બનાવ્યા છે.

આ પણ વાંચોઃ Viral Fever Cases/ કેવી રીતે ઓળખવું કોરોના છે કે H3N2? નિષ્ણાંતોએ આપી જાણકારી

આ પણ વાંચોઃ Banking Crisis/ અમેરિકામાં બેન્કિંગ કટોકટી, સિલિકોન વેલી બેન્કને તાળા વાગ્યા, શેરોમાં કડાકો બોલ્યો

આ પણ વાંચોઃ ભીષણ આગ/ સાવરકુંડલામાં બાઇકના ડેલામાં લાગી આગ, ચારેબાજુ દેખાયા ધુમાડાના ગોટેગોટા