Not Set/ WTC પહેલા રોસ ટેલરે આપ્યું મોટું નિવેદન, કહ્યુ- અમારી ટીમમાં છે સારી ‘બેંચ સ્ટ્રેન્થ’

કોરોનાનાં કેસ હવે ધીમે ધીમે ઓછા થઇ રહ્યા છે, ત્યારે હવે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ WTC રમવા પૂરી રીતે તૈયાર થઇ ગયા છે.

Sports
1 450 WTC પહેલા રોસ ટેલરે આપ્યું મોટું નિવેદન, કહ્યુ- અમારી ટીમમાં છે સારી 'બેંચ સ્ટ્રેન્થ'

કોરોનાનાં કેસ હવે ધીમે ધીમે ઓછા થઇ રહ્યા છે, ત્યારે હવે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓ WTC રમવા પૂરી રીતે તૈયાર થઇ ગયા છે. વળી WTC ને લઇને ન્યૂઝીલેન્ડ અને ઈન્ડિયાની ટીમનાં ખેલાડીઓ ઘણા ઉત્સુક દેખાઇ રહ્યા છે. આ વચ્ચે ન્યૂઝીલેન્ડનાં દિગ્ગજ બેટ્સમેન રેસ ટેલરે એક મોટું નિવેદન આપ્યુ છે.

1 451 WTC પહેલા રોસ ટેલરે આપ્યું મોટું નિવેદન, કહ્યુ- અમારી ટીમમાં છે સારી 'બેંચ સ્ટ્રેન્થ'

ક્રિકેટ ન્યૂઝ / મોહમ્મદ આમિરે કર્યો મોટો ઘટસ્ફોટ, ભવિષ્યમાં વાતચીત થાય અને પ્રશ્નો ઉકેલાશે તો…

ન્યુઝીલેન્ડનાં અગ્રણી બેટ્સમેન રોસ ટેલરે કહ્યું છે કે, તેમની ટીમમાં સારી “બેંચ સ્ટ્રેન્થ” છે અને આ વાતને ઈંગ્લેન્ડની સામેની બીજી ટેસ્ટમાં સાબિત પણ થઇ છે, જ્યારે યુવા ખેલાડીઓએ પોતાની ક્ષમતા દેખાડી છે. ત્યારે પસંદગીકારની પાસે આવતા અઢવાડિયે ભારત સાથે થવાની WTC ફાઇનલ માટે ટીમની પસંદગી કરતી વખતે પૂરતા વિકલ્પો હશે. ન્યુઝીલેન્ડે ઈંગ્લેન્ડ સામેની મેચમાં પોતાના મુખ્ય ખેલાડીઓને આરામ આપતા બીજી ટેસ્ટ મેચ માટે 6 ફેરફરા કર્યા હતા. તેણે ભારત સામે આવતા અઠવાડિયે શરૂ થનારી WTC ફાઇનલ માટે કેટલાક ખેલાડીઓને આરામ આપ્યો હતો જ્યારે કેટલાક ખેલાડીઓ ઈજાનાં કારણે રમી શક્યા નહોતા.

1 452 WTC પહેલા રોસ ટેલરે આપ્યું મોટું નિવેદન, કહ્યુ- અમારી ટીમમાં છે સારી 'બેંચ સ્ટ્રેન્થ'

French Open 2021 / સર્બિયન સ્ટાર નોવાક જોકોવિચે ગ્રીસનાં સિત્સિપાસને હરાવી જીત્યો 19મો ગ્રાન્ડસ્લેમ

રોસ ટેલરે કહ્યું કે, આ ટીમ માટે તેમ જ તેમના માટે પણ એક પડકાર હતો. અમારા ઘણા ખેલાડીઓ બીજી ટેસ્ટ મેચમાં રમ્યા ન હોતા. કેટલાકને ઈજાનાં કારણે બેસવું પડ્યું હતું અને કેટલાકને (WTC) ફાઇનલ પહેલા આરામ આપવામાં આવ્યો હતો. આ મેચમાં આ ખેલાડીઓની મહત્વની ભૂમિકા હતી. આનાથી પસંદગીકારોએ વર્લ્ડ કપ (WTC) ની ફાઇનલ માટે પૂરતા વિકલ્પો છોડી દીધા છે. કેપ્ટન કેન વિલિયમસનને કોણીની ઈજાથી આઉટ કરી દેવામાં આવ્યો હતો, જ્યારે પસંદગીકારોએ ઝડપી બોલર ટિમ સાઉથી અને કાયલ જૈમિસનને આરામ આપ્યો હતો. વળી ટીમમાં સ્થાને આવેલા વિલ યંગ, મૈટ હેનરી અને અઝાઝ પટેલે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત આ મેચમાં પરત આવેલા ફાસ્ટ બોલર ટ્રેન્ટ બોલ્ટ પણ પ્રભાવશાળી બોલિંગ કરી હતી.

majboor str 16 WTC પહેલા રોસ ટેલરે આપ્યું મોટું નિવેદન, કહ્યુ- અમારી ટીમમાં છે સારી 'બેંચ સ્ટ્રેન્થ'