Not Set/ RRvCSK:  થર્ડ એમ્પાયરના નિર્ણય પર ભડકી સાક્ષી ધોની,પછી કર્યુ ડિલીટ ટ્વિટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનમાં તેની બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 16 રને હારી ગઈ છે. આ મેચમાં સીએસકેનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અમ્પાયર ઉપર ગુસ્સે જોવા મળ્યા હતા. આ બીજી વખત છે જ્યારે ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે, આ પહેલા 2019 માં પણ આ જ ટીમ સામે ધોનીનો ગુસ્સો […]

Uncategorized
8a754174564905722e969cefbddbc257 RRvCSK:  થર્ડ એમ્પાયરના નિર્ણય પર ભડકી સાક્ષી ધોની,પછી કર્યુ ડિલીટ ટ્વિટ

ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ની 13 મી સીઝનમાં તેની બીજી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 16 રને હારી ગઈ છે. આ મેચમાં સીએસકેનાં કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની અમ્પાયર ઉપર ગુસ્સે જોવા મળ્યા હતા. આ બીજી વખત છે જ્યારે ધોનીએ રાજસ્થાન રોયલ્સ સામે ગુસ્સો વ્યક્ત કર્યો છે, આ પહેલા 2019 માં પણ આ જ ટીમ સામે ધોનીનો ગુસ્સો અમ્પાયર પર સામે આવ્યો હતો. જણાવી દઇએ કે, મેચ દરમિયાન અમ્પાયરે રાજસ્થાન રોયલ્સનાં બેટ્સમેન ટોમ કરનને પહેલા આઉટ આપ્યો અને ત્યારબાદ પોતાનો નિર્ણય બદલીને ત્રીજા અમ્પાયરની મદદ લીધી. તે સમયે રાજસ્થાન રોયલ્સ પાસે કોઈ રિવ્યૂ બાકી નહતો. અમ્પાયરનાં નિર્ણય અંગે ધોનીની પત્ની સાક્ષી ધોનીએ પણ એક ટ્વીટ કર્યું હતું, જોકે બાદમાં તેણે તે ટ્વીટ ડિલીટ કર્યું હતું.

રાજસ્થાન રોયલ્સની ઇનિંગ્સની 18 મી ઓવરમાં ટોમ કરનને અમ્પાયરે પહેલા આઉટ આપ્યો હતો અને બાદમાં રિવ્યૂ નિર્ણય લીધો જેનાથી ધોની ઘણો નાખુશ જોવા મળ્યો હતો. દીપક ચહરનાં બોલ પર વિકેટકીપર ધોનીનાં બોલને કેચ આપ્યા બાદ ઓન-ફીલ્ડ અમ્પાયર સી શમસુદ્દીન ટોમ કરનને આઉટ આપ્યો હતો. રાજસ્થાન પાસે રિવ્યૂ બાકી નહતો અને બેટ્સમેન પેવેલિયન પરત ફરવા લાગ્યો હતો. જો કે લેગ અમ્પાયર વિનીત કુલકર્ણી સાથે વાત કર્યા પછી શમસુદ્દીનને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે ત્રીજા અમ્પાયરની મદદ લીધી. આ પછી, ધોની નિરાશામાં અમ્પાયર સાથે વાત કરતો જોવા મળ્યો હતો.

ટેલિવિઝન રિપ્લેમાં જોવા મળ્યુ કે બોલ ધોનીનાં ગ્લબ્સમાંથી નીચે પડી ગયો હતો. ત્યારબાદ ત્રીજા અમ્પાયરે ઓન-ફીલ્ડ અમ્પાયરનાં નિર્ણયને બદલ્યો, જેનાથી ધોની નાખુશ દેખાયો હતો. આના પર સાક્ષી ધોનીએ ટ્વિટર પર લખ્યું, “જો તમે ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેનો ઉપયોગ યોગ્ય રીતે કરો… તે કેચ છે કે એલબીડબલ્યુ છે તે સામે છે.” જણાવી દઇએ કે, રિપ્લેમાં જોવા મળ્યુ હતું કે, ધોનીનાં ગ્લબ્સમાં આવે તે પહેલા બોલનો એક ટપ્પો પડી ગયો હતો, અન્ય રિપ્લેમાં એ પણ બહાર આવ્યું હતું કે ટોમ કેચ આઉટ તો થયો ન હતો પણ બોલ તેના પેડથી અથડાયો હતો અને તે એલબીડબ્લ્યુ આઉટ હતો.

ટોમે 9 બોલમાં 10 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સે 20 ઓવરમાં સાત વિકેટે 216 રન બનાવ્યા હતા, જેના જવાબમાં સીએસકે 20 ઓવરમાં 6 વિકેટે 200 રન જ બનાવી શકી. ધોની 17 બોલમાં 17 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં સતત ત્રણ સિક્સર ફટકારી હતી, જોકે ત્યાં સુધીમાં ઘણુ મોડુ થઈ ગયુ હતુ અને મેચ સીએસકેનાં હાથથી સરકી ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.