Not Set/ RSSનાં ધટક મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા #CAAનાં સમર્થનમાં રાષ્ટ્રીય ઉલેમા કોન્ફરન્સનું આયોજન, કોન્ફરન્સમાં લાગ્યા #CAA વિરુદ્ધ નારા !!

દિલ્હીમાં મુસ્લિમોનાં એક જુથે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના એક કાર્યક્રમમાં બેનરો બતાવી અને #સીટિઝનશીપએમેન્ડમેન્ટએક્ટ અને #એનઆરસી વિરુદ્ધ જોરશોરથી નારા લગાવતા હંગામો મચાવ્યો હતો. આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમાર પણ આ ઘટના સમયે તે જ સ્ટેજ પર હાજર હતા. સમર્થનમાં યોજવામાં આવેલ કોન્ફરન્સમા જ વિરોધ થતા તમામ મંચસ્થ મહાનુભવો પણ દુવીધામાં ફસાયા હતા. #WATCH Delhi: A group of […]

Top Stories India

દિલ્હીમાં મુસ્લિમોનાં એક જુથે મુસ્લિમ રાષ્ટ્રીય મંચના એક કાર્યક્રમમાં બેનરો બતાવી અને #સીટિઝનશીપએમેન્ડમેન્ટએક્ટ અને #એનઆરસી વિરુદ્ધ જોરશોરથી નારા લગાવતા હંગામો મચાવ્યો હતો. આરએસએસ નેતા ઇન્દ્રેશ કુમાર પણ આ ઘટના સમયે તે જ સ્ટેજ પર હાજર હતા. સમર્થનમાં યોજવામાં આવેલ કોન્ફરન્સમા જ વિરોધ થતા તમામ મંચસ્થ મહાનુભવો પણ દુવીધામાં ફસાયા હતા.

આપને જણાવી દઇએ કે RSSના ધટક સમા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા #CAAનાં સમર્થનમાં રાષ્ટ્રીય ઉલેમા કોન્ફરન્સનુ આયોજન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનો મુળ હેતું દેશભરનાં ઉલેમાઓ #સીટિઝનશીપએમેન્ડમેન્ટએક્ટ અને #એનઆરસીનું સમર્થન કરી રહ્યા હોવાનું સીદ્ધ કરવાનો હતો. RSS જેની માતૃ સંસ્થા છે તેવા મુસ્લિમ રાષ્ટ્રીય મંચ દ્વારા દિલ્હીમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

ચાલુ કાર્યક્રમમાં હાજર મુસ્લિમ જુથ દ્વારા #સીટિઝનશીપએમેન્ડમેન્ટએક્ટ અને #એનઆરસી વિરદ્ધનાં પોસ્ટરો બતાવી મંચ તરફ ધસી જવામાં આવ્યું હતું અને #સીટિઝનશીપએમેન્ડમેન્ટએક્ટ અને #એનઆરસીનાં વિરોધમાં ભારે નારાબાજી પણ કરવામા આવી હતી. સંમેલનનુ વાતવરણ આ કારણે એકદમ અજંપા ભરેલું થઇ ગયું હતું, તો આ જ કારણે ત્યાં હાજર અનેક લોકોએ સંમેલન અધુરુ મુકી ચાલતી પણ પકડી હતી. આપને જણાવી દઇએ કે, પોતાનાં સંપૂર્ણ શિસ્ત માટે જાણીતા RSS કે તેના ઘટક મંચ સાથે આવું પહેલી વાર થયુ છે. અને આ કારણે ન ફક્ત મુસ્લિમ રાષ્ટ્રીય મંચ પણ RSS પણ ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઇ ગયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.