Tokyo Paralympics/ રુબિના ફ્રાન્સિસ પાસે ભારતને મેડલની જાગી આશા, ફાઇનલ માટે કર્યુ ક્વોલિફાઇ

ભારતની રુબિના ફ્રાન્સિસે P2- મહિલા 10 મીટર એર પિસ્તોલ SH1 ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. અગાઉ, તે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સાતમાં ક્રમે રહી હતી.

Sports
રુબિના

ભારતની રુબિના ફ્રાન્સિસે P2- મહિલા 10 મીટર એર પિસ્તોલ SH1 ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. અગાઉ, તે ક્વોલિફાઇંગ રાઉન્ડમાં સાતમાં ક્રમે રહી હતી. રૂબીનાએ 10 શોટ્સનાં છ રાઉન્ડમાં 91, 96, 95, 92, 93, 93 નો સ્કોર કર્યો અને દક્ષિણ કોરિયાની કિમ યુન-મી 560 પોઈન્ટ સાથે છઠ્ઠા સ્થાને રહી. પરંતુ કોરિયન શૂટર બુલ્સઆઈમાં 14 શોટ સાથે છઠ્ઠા સ્થાને મેળવ્યો હતો જ્યારે રૂબીનાએ માત્ર 12 શોટ માર્યા હતા.

આ પણ વાંચો – ટોક્યો પેરાલિમ્પિક્સ / એક જ દિવસમાં બે ગોલ્ડ મેડલ સાથે ભારતનો સપાટો, સુમિત અંટિલએ જીત્યો ગોલ્ડ મેડલ

ટોક્યોમાં આયોજિત પેરાલિમ્પિક્સમાં સોમવાર ભારત માટે એક મહાન દિવસ હતો. મંગળવારે પણ મેડલની આશા સેવાઇ રહી છે. તાજા સમાચાર એ છે કે, રૂબિના ફ્રાન્સિસે 10 મીટર એર પિસ્તોલ SH1 ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. વ્યક્તિગત કમ્પાઉન્ડ તીરંદાજીમાં રાકેશ કુમાર ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા છે. ભાગ્યશ્રી મહિલા શોટ પુટ F34 ફાઇનલમાં એક્શનમાં રહેશે. આ તમામ ખેલાડીઓ પાસેથી મેડલની આશા રહી છે. જોકે મહિલાઓની 100 મીટર ટી 13 હીટ 2 માં સિમર ફાઇનલ માટે ક્વોલિફાઇ થઇ શકી ન હોતી. આપને જણાવી દઇએ કે, ક્વોલિફાઇંગ રાઉન્ડમાં, ઇરાનની સરેહ જાવનમાર્ડીએ ક્વોલિફાઇંગ રાઉન્ડમાં 572 નાં સ્કોર સાથે ટોચ પર રહીને નવો રેકોર્ડ બનાવ્યો છે. હંગેરીના ક્રિસ્ટીના ડેવિડ 570 નાં સ્કોર સાથે બીજા સ્થાને છે, જ્યારે તુર્કીની જોડી આયસેગુલ પેહલીવનલર (564) અને આયસેટ ઓઝાન (563) ત્રીજા અને ચોથા સ્થાને છે. યુક્રેનની ઇરિના લિયાખુ 561 નાં સ્કોર સાથે પાંચમા સ્થાને રહી હતી.

આ પણ વાંચો – Tokyo Paralympics / વિનોદ કુમારને નહિ મળે જીતેલો બ્રોન્ઝ મેડલ, આ ગેમમાં લીધો હતો ભાગ

આ પહેલા સોમવારે શૂટર અવની લેખારા પેરાલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની હતી. 19 વર્ષની અવનીએ સોમવારે ફાઇનલમાં 249.6 નાં વર્લ્ડ રેકોર્ડ સ્કોર સાથે મહિલાઓની 10 મીટર એર રાઇફલ SH1 માં ટોક્યો 2020 માં ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો. ડબલ પેરાલિમ્પિક ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા દેવેન્દ્ર ઝાજરિયા દેશને ત્રીજું ગોલ્ડ ન આપી શક્યા અને પુરુષોની જેવેલિન થ્રો એફ 46 કેટેગરીમાં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો, જ્યારે સુંદર સિંહ ગુર્જરે 64.01 મીટરનાં શ્રેષ્ઠ થ્રો સાથે બ્રોન્ઝ જીત્યો છે. મધ્યપ્રદેશનાં જબલપુરની 22 વર્ષીય રૂબીનાએ જૂનમાં પેરુનાં લિમામાં વર્લ્ડ કપની ફાઇનલમાં વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. ટોક્યો પેરાલિમ્પિક ગેમ્સમાંથી ભારતને સારા મેડલ મળવાની આશા છે.