Not Set/ સૂર્યને જળ ચઢાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, વધી શકે છે માન-સન્માન

જેઓ રવિવારે સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરે છે, તેઓને પરિવાર અને સમાજમાં માન-સન્માન મળે છે અને ગરીબીથી મુક્તિ પણ મળે છે. જોકે, રવિવારે સૂર્યદેવની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે.

Dharma & Bhakti
રણવીર 1 સૂર્યને જળ ચઢાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન, વધી શકે છે માન-સન્માન

રવિવાર એટલે કે સૂર્યદેવનો દિવસ. આ દિવસે સૂર્યદેવની પૂજા કરવામાં આવે છે. આ દિવસે લોકો સૂર્ય ભગવાનની પૂજા કરે છે. એવું કહેવામાં આવે છે કે સૂર્ય ભગવાનને અર્ઘ્ય અર્પણ કરવાથી તે ખુશ થાય છે.

જેઓ રવિવારે સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરે છે, તેઓને પરિવાર અને સમાજમાં માન-સન્માન મળે છે અને ગરીબીથી મુક્તિ પણ મળે છે. જોકે, રવિવારે સૂર્યદેવની પૂજા કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની જરૂર છે. અહીં અમે તમને આ વસ્તુઓ વિશે માહિતી આપી રહ્યા છીએ.

આ રીતે ભગવાન સૂર્યને જળ ચડાવાથી જીવનમાં ક્યારે પણ નહીં આવે કોઈ સમસ્યા, નથી  ખબર તો જાણી લો આજે જ.. – હું ગુજરાતી

સૂર્યને જળ ચઢાવતી વખતે, આ બાબતોનું ધ્યાન રાખો:

  1. જો કોઈની કુંડળીમાં સૂર્ય ગ્રહને પિતા કે મોટાનો દરજ્જો મળે છે, અથવા કુંડળીમાં સૂર્યનું સ્થાન યોગ્ય નથી તો પછી તેવા લોકોને સૂર્યને અર્ઘ્ય ચઢાવવાની સલાહ આપવામાં આવે છે.
  2. સવારે 8 વાગ્યા પહેલા સૂર્ય ભગવાનને જળ અર્પણ કરવું જોઈએ. સ્નાન કર્યા પછી જ સૂર્ય ભગવાનને જળ ચઢાવવું જોઈએ.
  3. 3. અર્ઘ્ય અર્પણ કરવા માટે માત્ર તાંબાના વાસણનો ઉપયોગ કરવો. પરંતુ તે રોજીંદા ઉપયોગમાં ણા લેવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ માટે એક અલગ પાત્ર રાખો.
  4. 4. સૂર્યને જળ ચઢાવતી વખતે, વ્યક્તિનો ચહેરો પૂર્વ તરફ હોવો જોઈએ. જો સૂર્ય ક્યાય દેખાતો ન હોય તો પણ તે જ દિશા તરફ મુખ રાખી સૂર્યને અર્ઘ્ય અર્પણ કરો.
  5. જમણો હાથ આગળ લો અને પછી અર્ઘ્ય અર્પણ કરો. તેનાથી પુણ્ય કર્મ વધે છે.
  6. જ્યારે પણ સૂર્યને અર્ઘ્ય ચઢાવો ત્યારે વ્યક્તિના હાથ માથાથી ઉપર હોવા જોઈએ. આને કારણે સૂર્યની સાત કિરણો શરીર પર પડે છે. આ સાથે નવગ્રહની કૃપા પણ રહે છે.
  7. સૂર્યને અર્ઘ્ય અર્પણ કર્યા પછી, ત્રણ પરિભ્રમણ કરો.
  8. પાણીમાં ફૂલો અને અક્ષત મિક્સ કરો અને ત્યારબાદ અર્ઘ્ય અર્પણ કરો. આ દરમિયાન તમે સૂર્ય મંત્રનો જાપ પણ કરી શકો છો. તેનાથી ફાયદા થાય છે.
  9. સૂર્યને જળ ચઢાવતી વખતે સીધા સૂર્ય તરફ ન જુઓ, પરંતુ પત્રમાંથી વહેતા પાણીમાં સૂર્યને જુઓ.