BCCIએ શુક્રવારે એશિયન ગેમ્સ (Asian Games) માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. રુતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત એશિયાડમાં ભાગ લેશે. આઈપીએલના સ્ટાર ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ (Yashasvi Jaiswal) અને રિંકુ સિંહને પણ ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે જ્યારે ઓપનર શિખર ધવનને બાકાત રાખવામાં આવ્યો છે.
BCCIએ શુક્રવારે એશિયન ગેમ્સ 2023 (Asian Games 2023) માટે ભારતીય પુરૂષ ક્રિકેટ ટીમની જાહેરાત કરી છે. રુતુરાજ ગાયકવાડની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા પ્રથમ વખત એશિયાડમાં ભાગ લેશે. આઈપીએલના સ્ટાર ખેલાડીઓ યશસ્વી જયસ્વાલ અને રિંકુ સિંહ(Rinku Singh) પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે. શિખર ધવનનો ટીમમાં સમાવેશ કરાયો નથી.
એશિયન ગેમ્સમાં પુરૂષોની ક્રિકેટ સ્પર્ધા ટી20 ફોર્મેટમાં 28 સપ્ટેમ્બરથી 8 ઓક્ટોબર સુધી રમાશે. બીસીસીઆઈએ તાજેતરમાં જ એશિયન ગેમ્સમાં પુરૂષ અને મહિલા બંને ટીમો મોકલવાની જાહેરાત કરી હતી. ઓડીઆઈ વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને બીસીસીઆઈએ સિનિયર ખેલાડીઓની પસંદગી કરી નથી.
https://twitter.com/bcci/status/1679905293021609985?s=46&t=dbZ2kTJZiK1EBfxPNForPQ
જો કે શિખર ધવન (Shikhar Dhawan)ને સંપૂર્ણપણે બાકાત રાખવામાં આવ્યો છે. આ પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. આઈપીએલમાં શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. તિલક વર્મા, પ્રભસિમરન સિંહ અને જિતેશ શર્મા જેવા યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.
19મી એશિયન ગેમ્સ માટે ભારતીય ટીમ
રુતુરાજ ગાયકવાડ (c), યશસ્વી જયસ્વાલ, રાહુલ ત્રિપાઠી, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (wk), વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહેમદ, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, અર્શદીપ સિંહ, મુકેશ કુમાર, શિવમ માવી, શિવમ દુબે, પ્રભસિમરન સિંહ (વિકેટ કીપર)
સ્ટેન્ડબાય ખેલાડીઓની યાદી: યશ ઠાકુર, સાંઈ કિશોર, વેંકટેશ ઐયર, દીપક હુડા, સાઈ સુદર્શન
