Not Set/ બાઇક વેચીને ટીમ ઇન્ડિયાને ચીયર કરવા દુબઇ જશે ક્રિકેટનો આ જબરો ફેન

રાંચી ભારતની ટીમ દુનિયાના કોઇ પણ ખુણે રમતી હોય શરીરે તિરંગાના રંગે રંગાયેલા ક્રિકેટના આ ફેનને હંમેશા ટીમને ચીયર કરતાં જોયો હશે.ટીમ ઇન્ડિયાનો જબરો ફેન સુધીર કુમાર ભારતની મેચ દુનિયાના કોઇ પણ ખુણે હોય તે પહોંચી જાય છે.જો કે ભારતની ટીમ વિદેશમાં રમતી હોય ત્યારે સુધીર કુમારને ટીકીટના પૈસાની સમસ્યા નડતી હોય છે. આમ તો […]

Sports

રાંચી

ભારતની ટીમ દુનિયાના કોઇ પણ ખુણે રમતી હોય શરીરે તિરંગાના રંગે રંગાયેલા ક્રિકેટના આ ફેનને હંમેશા ટીમને ચીયર કરતાં જોયો હશે.ટીમ ઇન્ડિયાનો જબરો ફેન સુધીર કુમાર ભારતની મેચ દુનિયાના કોઇ પણ ખુણે હોય તે પહોંચી જાય છે.જો કે ભારતની ટીમ વિદેશમાં રમતી હોય ત્યારે સુધીર કુમારને ટીકીટના પૈસાની સમસ્યા નડતી હોય છે.

આમ તો સુધીર કુમારને વિદેશ જવા માટે ક્રિકેટના માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર મદદ કરતાં રહે છે.પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપમાં 19 તારીખે થનારી મેચ જોવા માટે સુધીર પોતાની બાઈક વેચીને દુબઈ જશે.

જો કે એવું નથી કે સચિન તેંડુલકરે સુધીરના વિદેશ પ્રવાસનો ખર્ચો ઉઠાવવાથી ઈનકાર કરી દીધો છે,પરંતુ સુધીર ટીકીટના ખર્ચ અને રહેવાના ખર્ચ માટે આત્મનિર્ભર થવા માંગે છે.

સચીન તેંડુલકરે જણાવ્યું કે, હું જ્યારે પણ સચિન સર પાસે મદદ માંગુ છુ તે મદદ કરવા તૈયાર હોય છે, પરંતુ મને હવે તેમની પાસે અવારનવાર મદદ માંગવી એ સારુ નથી લાગતું.

સુધીર જણાવે છે કે એશિયા કપ માટે ફ્લાઈટ ટિકિટ અને વિઝાનો ખર્ચો 29,400 રુપિયા છે. આ ખર્ચ કાઢવા મેં 35,000 રૂપિયામાં બાઈક વેચી કાઢી છે જેથી ખર્ચો કાઢી શકાય.

સુધીર ટીમ ઈન્ડિયાને ચિયર કરવા એક વિદેશી દોસ્તની સહાયથી ઈંગ્લેન્ડ પ્રવાસ પર ગયો હતો.સુધીર જણાવે છે કે, ઈંગ્લેન્ડ ટૂર માટે કોઈ ફોરેનર ફ્રેન્ડે ટિકિટ અને વિઝા અપાવ્યા હતા.

બિહારમાં રહેતા સુધીરની આર્થિક સ્થિતિ સારી નથી. થોડા સમય પહેલા ન્યુઝ છપાયા હતા કે તેનું ઘર તૂટેલુ છે, અને વરસાદમાં તેના ઘરમાં પાણી ટપકે છે. સુધીરે જણાવ્યું કે, જમીન વેચીને તેણે પોતાનું ઘર બનાવ્યું છે. જો કે પ્લાસ્ટર કરવાનું હજી બાકી છે.