Ahmedabad News: અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અનુક્રમે ડો. હસમુખ પટેલ અને દિનેશ મકવાણા જીત્યા છે. અમદાવાદ પૂર્વમાં ભાજપે 2019ના સાંસદને રિપિટ કર્યા છે. 2019માં 434330 મતોની લીડથી જીત્યા હતા, જ્યારે 2024માં 46 લાખ મતથી લીડ મેળવી છે. 2024માં 770459 મત મેળવ્યા છે. 2014માં ભાજપે પરેશ રાવલને ટિકિટ આપી હતી.
અમદાવાદ પશ્ચિમના દિનેશ મકવાણા 2 લાખથી વધુ મતોથી લીડ મેળવી છે. 2024માં 611704 મતો મેળવ્યા છે. જેમાં 2.84 લાખથી લીડ મેળવી છે. ગત વર્ષ કરતાં 30000 લીડ ઘટી છે. 2019માં ભાજપ સાંસદ ડો. કિરીટ સોલંકી 3.21 લાખ લીડથી આગળ હતા.
અમદાવાદ પૂર્વ બેઠક પર ભાજપની જીત થતાં હસમુખ પટેલે મંતવ્ય ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી છે. તેમણે ઉત્સાહ સાથે જણાવ્યું કે, જીતનો ક્ષેય પ્રધાનમંત્રી મોદીને શિરે જાય છે. ભાજપના કાર્યકરો,આગેવાનોનો દિલથી આભાર માનીએ છીએ. જનસેવાના કાર્યો માટે સદૈવ લોકોની વચ્ચે રહીશ તેમ ડો. હસમુખ પટેલે જણાવ્યું હતું.
આ પણ વાંચો: બાળકીની જનેતા એ જ માસૂમ બાળકીને કૂવામાં ફેંકી દઈ પુત્રીની હત્યા કરતા ચકચાર મચી
આ પણ વાંચો: ખેડાના ગળતેશ્વરમાં અમદાવાદના ચાર લોકો ડૂબ્યાં
આ પણ વાંચો: અમદાવાદમાં ફરી એકવાર AMCની ઘોર બેદરકારી, ઝોમાટો ડિલીવરી બોયનો જીવ માંડ-માંડ બચ્યો
આ પણ વાંચો: વલસાડમાં ઉમરગામમાં થયેલા અકસ્માતમાં બેનાં મોત
