Patan/ પાટણ સિધ્ધપુરમાં ન.પા.ના સ્વિમીંગ પૂલમાં સગીરનું ડૂબી જતા મોત

વીર ફીટનેસ ગ્રુપને આપ્યો છે સ્વિમીંગ પૂલનો કોન્ટ્રાક્ટ

Top Stories Gujarat
Beginners guide to 2024 06 28T215745.705 પાટણ સિધ્ધપુરમાં ન.પા.ના સ્વિમીંગ પૂલમાં સગીરનું ડૂબી જતા મોત

Patan News : પાટણ સિધ્ધપુર નગરપાલિકાના સ્વિમીંગ પૂલમાં સગીરનું ડૂબી જતા મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે આ વિસ્તારમાં ચકચાર સાથે શોકની લાગણી ફેલાઈ ગઈ છે. આ બનાવની વિગત મુજબ ચાર મિત્રો ન.પાના સ્વિમીંગ પૂલમાં ન્હાવા માટે ગયા હતા. દરમિયાન ચાર પૈકી 16 વર્ષના કિશોરનું ડૂબી જવાથી મોત નીરપજ્યુ હતું. તપાસમાં મૃતકનું નામ અફવાન કુરેશી હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસમાં ન.પાએ આ સ્વિમીંગ પૂલ વીર ફિટનેસ ગ્રુપને કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

રાજકોટના ટીઆરપી ગેમઝોન અગ્નકાંડ બાદ આ કોન્ટ્રાક્ટરને સ્વિમીંગ પૂલ બંધ કરવાની નોટીસ આપી હતી. પરંતુ કોન્ટ્રાક્ટરે નોટીસની ઉપરવટ જઈને સ્વિમીંગ પૂલ ચાલુ રાખ્યો હતો. આમ ફિટનેસ ગ્રુપના સંચાલકોની બેદરકારીને કારણે આ સગીરને મોતતી હાથ ધોવા પડ્યા હતા.

સિધ્ધપુર શહેરમાં આવેલ નગરપાલિકા નિર્મિત અને કોન્ટ્રાક્ટર સંચાલિત સંકુલમાં બનેલા સ્વિમિંગ પૂલ માં નાહવા પડેલા એક કિશોરનું ડૂબી જવાને કારણે મોત નીપજતા શહેર સહિત પંથકમા ઘેરા શોખની લાગણી ફેલાઈ છે આ ઘટનાને કારણે સ્વિમિંગ પૂલ ચલાવતા વીર ફિટનેસ ગ્રુપ નામના કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઈ છે કારણ કે નગરપાલિકાએ 15 દિવસ અગાઉ સુરક્ષા ઉપકરણો અને ફાયર સેફટી ના હોવાને કારણે સ્વિમિંગ પૂલ ને બંધ રાખવાની નોટિસ ફટકારી હતી છતાં કોન્ટ્રાક્ટર એ સ્વીમીંગ પુલ ચાલુ રાખતા આખરે આ જ સ્વિમિંગ પૂલમાં ડૂબીને એક નિર્દોષ કિશોરનું મોત નિપજ્યું છે.

સિધ્ધપુર શહેરમાં આવેલ સ્પોર્ટ સંકુલમાં બનેલા સ્વિમિંગ પૂલમાં સિદ્ધપુરના રસુલ તળાવ વિસ્તારના ટેકરાવાસ નજીક રહેતા 16 વર્ષીય કિશોર અફવાન સાકીરભાઇ કુરેશી અને તેના ત્રણ મિત્રો નાહવા માટે ગયા હતા. સ્વિમિંગ પુલમાં ઉતર્યા બાદ નાહતા સમયે તરતા ના આવડતું હોવાને કારણે અપમાન ડૂબવા લાગ્યો હતો જો કે તેની સાથે આવેલા મિત્રોએ તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને બચાવી શકાયો નહોતો જેને કારણે સ્વિમિંગ પૂલમાં જ તેનું મોત નીપજ્યું હતું. કિશોર ડૂબવાની ઘટનાને કારણે અન્ય કિશોરોએ ચીસા ચીસ કરતા આસપાસના રહીશો અને રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓ તથા નગરપાલિકાના કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે પણ દોડી આવ્યા હતા અને ડૂબેલા કિશોરને સ્વિમિંગ પૂલમાંથી બહાર કાઢીને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો જે બાદ અફવાન નામના કિશોરના મૃતદેહ નું પોસ્ટમોર્ટમ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

સિધ્ધપુર નગરપાલિકાના કારોબારી ચેરમેન રશ્મિનભાઈ દવે જણાવ્યું હતું કે રાજકોટમાં બનેલી ઘટના પછી સિદ્ધપુર નગરપાલિકા દ્વારા તમામ સ્થળોએ ચકાસણી હાથ ધરવામાં આવી હતી તેમાં સ્પોર્ટ સંકુલમાં આવેલ સ્વિમિંગપુલ ચલાવતા કોન્ટ્રાક્ટરને સ્વિમિંગ પૂલ બંધ કરી દેવા 15 દિવસ અગાઉ 12 જૂનના રોજ નોટિસ આપી હતી છતાં કોન્ટ્રાક્ટરે છુપી રીતે સ્વિમિંગ પૂલ ચાલુ રાખ્યો હતો.સ્પોર્ટ સંકુલમાં આવેલ જી મને સ્વિમિંગ પૂલ ચલાવતો વીર ફિટનેસ ગ્રુપનો અશ્વિન એમ પટેલ નામનો કોન્ટ્રાક્ટર ઘટના ઘટી તે બાદ તુરંત સ્પોર્ટ સંકુલ અને જીમને તાળા મારીને રવાના થઈ ગયો હતો જેને કારણે લોકોમાં આવા બેદરકાર કોન્ટ્રાક્ટર વિરુદ્ધ ફિટકારની લાગણી વ્યાપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: ચોમાસાની ધમાકેદાર શરૂઆત, સાબરકાંઠા, ઇડર અને હિંમતનગરમાં ખાબક્યો વરસાદ

આ પણ વાંચો: શહેરમાં ચોમાસાના આરંભે જ પાણીજન્ય રોગચાળો વધ્યો

આ પણ વાંચો: GSRTCની વોલ્વો બસમાંથી ઝડપાયો વિદેશી દારૂ, 2 લોકોની કરાઈ ધરપકડ

આ પણ વાંચો: કસ્ટમ સુપરિન્ટેન્ડેન્ટ પ્રીતિ આર્યાની કરાઈ ધરપકડ, ફોન ડિટેઇલમાંથી ખુલશે નવા રહસ્યો