Not Set/ તાનાજી ફિલ્મમાં અજય દેવગન બાદ સૈફ અલી ખાનનો દમદાર લૂક રિલીઝ

તાનાજી ફિલ્મનું ટ્રેલર 19 નવેમ્બરનાં રોજ રિલીઝ થવાનું છે. ત્યારે ફિલ્મનાં નિર્માતાઓ એક પછી એક ફિલ્મનાં પોસ્ટર અને પાત્રોનાં લૂક રીલીઝ કરી રહ્યા છે. તાનાજીનાં પાત્રમાં અજય દેવગણ બાદ હવે સૈફ અલી ખાનનો લૂક પણ રિલીઝ થઈ ગયો છે. ફિલ્મમાં સૈફ ઉદયભાન રાઠોડની ભૂમિકામાં જોવા મળશે. તાનાજી 10 જાન્યુઆરી 2020 નાં રોજ રિલિઝ થવાની છે. […]

Uncategorized
Saif Ali Khann તાનાજી ફિલ્મમાં અજય દેવગન બાદ સૈફ અલી ખાનનો દમદાર લૂક રિલીઝ

તાનાજી ફિલ્મનું ટ્રેલર 19 નવેમ્બરનાં રોજ રિલીઝ થવાનું છે. ત્યારે ફિલ્મનાં નિર્માતાઓ એક પછી એક ફિલ્મનાં પોસ્ટર અને પાત્રોનાં લૂક રીલીઝ કરી રહ્યા છે. તાનાજીનાં પાત્રમાં અજય દેવગણ બાદ હવે સૈફ અલી ખાનનો લૂક પણ રિલીઝ થઈ ગયો છે. ફિલ્મમાં સૈફ ઉદયભાન રાઠોડની ભૂમિકામાં જોવા મળશે. તાનાજી 10 જાન્યુઆરી 2020 નાં રોજ રિલિઝ થવાની છે.

આ ફિલ્મમાં કાજોલનો લુક હજી બહાર આવ્યો નથી. જેની ચાહકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. સૈફનાં પોસ્ટરને શેર કરતાં અજય દેવગને લખ્યું છે – “ઉદયભાનનાં દરબારમાં ભૂલ માટે માફી નથી, ફક્ત સજા મળે છે..” આપને જણાવી દઇએ કે, સૈફ આ લૂકમાં ખૂબ જ ખતરનાક લાગે છે. ફિલ્મમાં તેનું પાત્ર નકારાત્મક છે અજય દેવગન અને સૈફ અલી ખાન લાંબા સમય પછી સાથે જોવા મળશે. અગાઉ આ બંને સ્ટાર્સ કચ્ચે ધાગે અને ઓમકારા જેવી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે.

Image result for saif ali khan

મહત્ત્વની વાત એ છે કે, તાનાજી 3ડીમાં રીલીઝ થશે. ફિલ્મનાં વીએફએક્સ પર ઘણું કામ કરવામાં આવ્યું છે. આપને જણાવી દઇએ કે, અજય દેવગનની પોતાની વીએફએક્સ કંપની આ ફિલ્મ પર કામ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.