કોરોનાની ફરી દસ્તકને કારણે મનોરંજન જગત બેકસીટ પર આવી ગયું છે. બેક ટુ બેક ફિલ્મો મુલતવી રાખવામાં આવી રહી છે. સાથે સાથે ફિલ્મોના શૂટિંગ પણ રદ્દ કરવામાં આવી રહ્યા છે. સિનેમા હોલ બંધ થઈ રહ્યા છે. એવું કહી શકે કે મનોરંજન પર ફુલસ્ટોપ મૂકવામાં આવી રહ્યો છે. નવા વર્ષના આગમન સાથે, ચાહકો મોટી ફિલ્મોની રિલીઝને લઈને ખૂબ જ ઉત્સાહિત હતા. પરંતુ કોને ખબર હતી કે મેકર્સ અને ફેન્સની ખુશી કોરોનાની નજર લાગી જશે. જણાવીએ કે ફિલ્મો બાદ હવે સુપરસ્ટાર સલમાન ખાન અને કેટરિના કૈફની આગામી દિવસોમાં ‘ટાઈગર 3’ના શૂટિંગ માટે દિલ્હી આવવાના હતા પરંતુ દેશભરમાં ફેલાયેલા ઓમિક્રોન વેરિયન્ટને જોતા યશ રાજ ફિલ્મ્સે શૂટિંગ શિડ્યુલ થોડા સમય માટે સ્થગિત કરી દીધું છે.
આ પણ વાંચો :મારી એક ભૂલ અને બોલિવૂડમાં Entry થઇ ગઇ બેનઃ કોએના મિત્રા
લીક થઈ ગયો હતો લુક
અગાઉ એવા અહેવાલ આવ્યા હતા કે સલમાન ટાઈગર 3 નું શૂટિંગ મોકૂફ રાખવા માંગતો નથી, તેથી તેણે પ્રોડક્શન હાઉસને સેટ પર કોવિડના કડક નિયમો લાગુ કરવાની અપીલ કરી હતી. તાજેતરમાં, જ્યારે સલમાન રશિયામાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો હતો, ત્યારે તેનો લુક સેટ પરથી લીક થયો હતો.
https://www.instagram.com/tv/CYJOx5IIfj1/?utm_source=ig_web_copy_link
આ પણ વાંચો :બાળકો-પત્ની માટે આટલી પ્રોપર્ટી છોડી ગયા છે ઈરફાન ખાન, જાણો એક્ટર વિશે જાણી અજાણી વાતો
ફિલ્મ ‘ટાઈગર 3’ના દિગ્દર્શક મનીષ શર્માનો ફિલ્મ પ્રત્યે શરૂઆતથી જ અલગ અભિગમ હતો. આ ફિલ્મમાં ટાઇગર અને ઝોયાની સફર અને મિશન માટે ઑસ્ટ્રિયા પરફેક્ટ બેકડ્રોપ છે. ફિલ્મ સાથે જોડાયેલી દરેક વાત ખૂબ જ ગોપનીય રાખવામાં આવી છે. યશરાજ ફિલ્મ્સે તેની સ્થાપનાના 50 વર્ષ પૂરા થવા પર જે મેગા ફિલ્મ પ્રોજેક્ટ્સ પર કામ શરૂ કર્યું છે તેમાં ‘ટાઈગર 3’ ફિલ્મ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
શાહરૂખનો હશે કેમિયો
આ ફિલ્મમાં સલમાનની સાથે કેટરિના કૈફ જોવા મળશે. ઈમરાન હાશ્મી પણ નેગેટિવ રોલમાં છે. ફિલ્મમાં શાહરૂખ ખાનના કેમિયોની પણ ચર્ચા છે. કહેવામાં આવી રહ્યું છે કે ટાઈગર 3 યશ રાજ બેનરની પઠાણની રિલીઝના ત્રણ-ચાર મહિના પછી જ રિલીઝ થશે. જોકે, બંને ફિલ્મોનું હજુ ઘણું શૂટિંગ બાકી છે. આ પહેલા કબીર ખાન અને અલી અબ્બાસ ઝફરે આ ફ્રેન્ચાઈઝીની બે ફિલ્મો ડિરેક્ટ કરી છે. આ બંને ફિલ્મો બોક્સ ઓફિસ પર સુપરહિટ રહી હતી.
આ પણ વાંચો :કોરોના પોઝિટિવ શિખા સિંહને બ્રેસ્ટફીડ કરાવવામાં પડી રહી છે મુશ્કેલીઓ
આ પણ વાંચો :કરણ જોહરે ટીપ ટીપ બરસા પાની પર કર્યો જબરદસ્ત ડાન્સ, જોઈને લોકો આશ્ચર્યચકિત
આ પણ વાંચો :અભિનેત્રી સ્વરા ભાસ્કર કોરોના સંક્રમિત,તેમનો પરિવાર પણ વાયરસની ઝપેટમાં
