કચ્છમાં ભૂમાફિયા બેફામ બન્યાં બેફામાં બન્યા હોવાની ઘટના સામે આવી છે. લખપતમાં એક યુવકે ખનીજ ચોરીની માહિતી આપી તો ખનીજ માફિયાઓએ હુમલો કરી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવની મળતી માહિતી અનુસાર લખપત તાલુકાના મુધાનમાં રહેતા 27 વર્ષિય હઠુભા સવાઈસિંહ સોઢાએ જણાવ્યું કે સુરતાજી હમીરજી જાડેજા અને તેના ભાઈઓ ગામની નદીમાંથી બેફામ રેતી ચોરી કરતાં હોઈ તેમની વિરુધ્ધ અગાઉ ખાણ ખનિજ ખાતામાં અરજી કરેલી.
ખનિજ ચોરોએ તેમની ગેરકાયદે પ્રવૃત્તિ અંગે ખાણ ખનિજ વિભાગને જાણ કરતાં હઠુભાને રિવોલ્વર બતાડી છરી, લાકડી અને લોખંડના સળિયાથી હુમલો કર્યો છે. આ બનાવ સંદર્ભે નવ લોકો સામે ફરિયાદ નોંધાઇ છે.