Not Set/ પાર્ટીમાં ટિકિટ વિતરણથી નારાજ સંજય નિરૂપમનાં વિવાદિત બોલ, પાર્ટીનાં જ નેતાને બતાવ્યો નક્કામો

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીમાં ટિકિટ વિતરણથી નારાજ સંજય નિરૂપમે ચૂંટણી પ્રચારથી પોતાને દૂર કરી દીધા છે. અગાઉ નિરૂપમે ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. હવે એક ટીવી ચેનલ સાથે વાત કરતા સંજય નિરૂપમે મુંબઈ કોંગ્રેસનાં પ્રમુખ મિલિંદ દેવડા વિશે વિવાદિત ટિપ્પણી કરી છે. સંજય નિરૂપમે કહ્યું હતું કે, મિલિંદ […]

Top Stories India

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસને મોટો ઝટકો લાગ્યો છે. પાર્ટીમાં ટિકિટ વિતરણથી નારાજ સંજય નિરૂપમે ચૂંટણી પ્રચારથી પોતાને દૂર કરી દીધા છે. અગાઉ નિરૂપમે ટ્વીટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. હવે એક ટીવી ચેનલ સાથે વાત કરતા સંજય નિરૂપમે મુંબઈ કોંગ્રેસનાં પ્રમુખ મિલિંદ દેવડા વિશે વિવાદિત ટિપ્પણી કરી છે. સંજય નિરૂપમે કહ્યું હતું કે, મિલિંદ દેવડા એક નક્કામો માણસ છે. તેઓ મહારાષ્ટ્રમાં કોંગ્રેસને ખતમ કરવા માટે કામ કરી રહ્યા છે.

જ્યારે સંજય નિરૂપમને પુછવામાં આવ્યુ કે, શું પાર્ટી તમારી અને દેવડાજી વચ્ચે વહેંચાયેલી છે? આ સવાલનાં જવાબમાં તેમણે કહ્યું હતું કે, મિલિંદ દેવડા એક નક્કામો માણસ છે. તે માણસે મને કાઢી નાખવાનું કાવતરું રચ્યું છે. છેલ્લા પાંચ મહિનામાં તેણે આખી પાર્ટીનો સત્યાનાશ કર્યો છે. એટલું જ નહીં, કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા ઉમેદવારોનાં નામ પર પણ સવાલો ઉભા થયા છે.

તેમણે કહ્યું કે, મેં પાર્ટી તરફથી માત્ર એક જ ટિકિટની ભલામણ કરી હતી, જે સ્વીકારવામાં ન આવી. આવું જ લોકસભાની ચૂંટણી દરમિયાન થયું હતું. એવું લાગે છે કે, પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી, તેથી હું મારી જાતને ચૂંટણી પ્રચારથી અલગ કરી રહ્યો છું. નિરૂપમે કહ્યું કે, મુંબઈમાં 36 બેઠકો છે અને મેં મારા લોકસભા મત વિસ્તારની એક બેઠક માટે તમામ વરિષ્ઠ નેતાઓને કહ્યું હતું, હું તેમને એક લાયક ધારાસભ્ય આપીશ, જેણે ગત લોકસભાની ચૂંટણીમાં સખત મહેનત કરી હતી.

નિરૂપમ અહીં ન રોકાયા તેમણે આગળ કહ્યું કે, આજે મને ખબર પડી કે જે મે સૂચન કર્યું છે તે નામ નામંજૂર કરી રહ્યા છે. આનો અર્થ એ છે કે પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી, અને જો પાર્ટીને મારી સેવાઓની જરૂર નથી, તો હું ચૂંટણી પ્રચારમાંથી પીછેહઠ કરું તે વધુ સારું છે. આ મારો અંતિમ નિર્ણય છે. જો કે, પાર્ટીને ગુડ બાય કહેવાનો હજી સમય નથી આવ્યો. પરંતુ પક્ષનો નેતૃત્વ જે રીતે મારી સાથે વર્તે છે, તેવું લાગે છે કે તે દિવસ બહુ દૂર નથી.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.