Surat News : સુરત જિલ્લામાં લૂંટ, હત્યા, બળાત્કાર અને ચોરીના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. ત્યારે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઉમરપાડા વિસ્તારમાં હવે ગુનેગારોને પોલીસ નો ડર જ નહોય તેમ ગુનાકીય પ્રૃતિ આચરી રહ્યા છે. હત્યા, લૂંટ, મારમારી, દુષ્કર્મ જેવી ગંભીર ગુનાઓ પોલીસ ચોપડે નોંધાઇ રહ્યા છે.ઉમરપાડા તાલુકાના એક ગામમાં રહેતા શ્રમજીવી પરિવારની 28 વર્ષીય અસ્થિર મગજની યુવતી સાથે દુષ્કર્મ થયું હતું.ભોગ બનનાર યુવતીનો પરિવાર સામાજિક પ્રસંગમાં ગયો હતો.
તે દરમિયાન એકલતાનો લાભ લઈ એક ઇસમ અસ્થિર મગજની યુવતીના ઘરમાં ઘૂસી ગયો હતો અને પોતાની હવસ સંતોષવા તેણે બળજબરી પૂર્વક અસ્થિર મગજની યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. જેણે લઇને તે લોહી લુહાણ થઈ ગઈ હતી. પોતાની હવસ સંતોષી નરાધમ ભાગી ગયો હતો. સવારે ભોગ બનનારની બહેન આવતા તેણે પોતાની બહેનને લોહી લુહાણ હાલતમાં જોતા તેના પગ નીચેથી જમીન સરકી ગઇ હતી.
સમગ્ર ઘટનાની જાણ તુરત ઉમરપાડા પોલીસને કરવામાં આવતા ઉમરપાડા પોલીસ સ્થળ પર દોડી ગઈ હતી.અને ભોગ બનનાર યુવતી,અને તેના પરિવારજનોના નિવેદનો લેતા સામે આવેલું કે મુકેશ દેવસિંગ વસાવા નામના ઈસમે એકલતાનો લાભ લઇ આ કૃત્ય કર્યું છે.મુકેશને ગામ છોડી ભાગવાનો મોકો મળે એ પહેલાં જ પોલીસ તેના કોલર સુધી પહોંચી ગઈ હતી.પોલીસે આરોપીને દબોચી કડક પૂછપરછ કરતા નારાધમે પોતાનો ગુનો કબૂલ કર્યો હતો.
આ પણ વાંચો:વલસાડના ધરમપુર વિસ્તારના છાત્રાલયમાં કુકર ફાટ્યું, મહિલા ગંભીર રીતે દાઝી
આ પણ વાંચો:સુરતમાં કતારગામમાં મકાનમાં બંધ થઈ ગઈ બાળકી
આ પણ વાંચો:દાંતામાં સરકારી અનાજમાં નીકળી જીવાત, શાળામાં અપાય છે મધ્યાહન ભોજન
આ પણ વાંચો:સુરતમાં પીકઅપવાને લીધો બાળકનો જીવ
