વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાનાં રાષ્ટ્રપતિ જો બિડેન સાથે વાર્તાલાપ કર્યો. PM મોદીએ જો બિડેનને તેની સફળતા માટે શુભેચ્છાઓ પણ આપી હતી. અમેરિકી રાષ્ટ્રપતિ સાથે વાત કર્યા પછી વડા પ્રધાન મોદીએ કહ્યું કે, અમે પ્રાદેશિક મુદ્દાઓ, ભારત-અમેરિકાની ભાગીદારી ની પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરી અને વાતાવરણમાં પરિવર્તન પર સહકાર વધારવાની સંમતિ આપી.
પીએમ મોદીએ વધુમાં કહ્યું કે, યુએસ રાષ્ટ્રપતિ અને હું ભારત-પ્રશાંત ક્ષેત્રમાં અને તેનાથી આગળની શાંતિ, સલામતી માટે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા આશા રાખીએ છીએ. તમને જણાવી દઈએ કે બિડેન રાષ્ટ્રપતિ બન્યા પછી આ પહેલી વાર છે, જ્યારે પીએમ મોદી અને તેમની વચ્ચે વાતચીત થઈ હતી.
Spoke to @POTUS @JoeBiden and conveyed my best wishes for his success. We discussed regional issues and our shared priorities. We also agreed to further our co-operation against climate change.
— Narendra Modi (@narendramodi) February 8, 2021
આપને જણાવી દઇએ કે, જો બીડેન અમેરિકાના 46 મા રાષ્ટ્રપતિ છે. આ વર્ષે 20 જાન્યુઆરીએ તેમણે રાષ્ટ્રપતિ પદના શપથ લીધા હતા. બિડેન 1973 માં ડેલવેરથી સૌથી યુવા સેનેટર તરીકે ચૂંટાયા હતા. તેમણે જાહેર જીવનમાં લગભગ પાંચ દાયકા પસાર કર્યા છે. જો બિડેન પહેલા, ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ…
