IPL 2021/ સંજુ સેમસને લીધી શિખર ધવનની જગ્યા, મેળવ્યો Orange Cap પર કબ્જો

રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પછી તેમના કેપ્ટન સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી.

Sports
download 1 સંજુ સેમસને લીધી શિખર ધવનની જગ્યા, મેળવ્યો Orange Cap પર કબ્જો

સોમવારે રાજસ્થાન રોયલ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદનો મુકાબલો દુબઇનાં મેદાન પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) નાં બીજા તબક્કામાં થયો હતો. આ મેચમાં રાજસ્થાન રોયલ્સે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો અને પછી તેમના કેપ્ટન સંજુ સેમસને શાનદાર ઇનિંગ રમી હતી. સંજુ સેમસને શાનદાર અડધી સદી ફટકારી હતી અને હવે તે સિઝનમાં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. આ સાથે જ તેણે શિખર ધવન (430) પાસેથી ઓરેન્જ કેપ છીનવી લીધી છે.

11 229 સંજુ સેમસને લીધી શિખર ધવનની જગ્યા, મેળવ્યો Orange Cap પર કબ્જો

આ પણ વાંચો – Cricket / શિક્ષિત દેશોએ ભારતને અનુસરવું ન જોઇએઃ શાહિદ આફ્રિદી

જ્યારે રાજસ્થાન રોયલ્સ પ્રથમ બેટિંગ કરવા ઉતરી ત્યારે તેમની શરૂઆત ખૂબ જ નબળી રહી હતી. બીજી ઓવરમાં ભુવનેશ્વર કુમારે ઓપનર એવિન લુઇસને 11 રને પેવેલિયન પરત કર્યો હતો. આ પછી સંજુ સેમસન પર જવાબદારી આવી અને તેણે પણ આ જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી. સંજુ સેમસને સૌથી પહેલા 41 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. આ સિઝનમાં તેની આ બીજી અડધી સદી હતી. આ સાથે જ તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં સૌથી વધુ રન બનાવી લીધા છે. આ મામલે તેણે શિખર ધવનની પણ માત આપી છે. હૈદરાબાદ સામેની મેચમાં સંજુ સેમસને ધમાકેદાર બેટિંગ કરી હતી. છેલ્લી ઓવરમાં આઉટ થયા પહેલા, તેણે 57 બોલમાં 82 રનની ધમાકેદાર કેપ્ટનશીપ ઇનિંગ રમી હતી.

11 230 સંજુ સેમસને લીધી શિખર ધવનની જગ્યા, મેળવ્યો Orange Cap પર કબ્જો

આ પણ વાંચો – IPL 2021 / RCB વિરુદ્ધ હાર બાદ આ ખેલાડી પર ભડક્યા Fans, T20 WC ટીમમાંથી બહાર નિકાળવાની ઉઠી માંગ

તેની ઇનિંગમાં 3 છક્કા અને 7 ચોક્કા સામેલ હતા. સંજુ સેમસને બીજી વિકેટ માટે યશસ્વી જયસ્વાલ (36) સાથે 56 રનની અને મહિપાલ લોમર (29) સાથે ચોથી વિકેટ માટે 84 રનની ભાગીદારી કરી હતી. રાજસ્થાન રોયલ્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 164 રન બનાવ્યા હતા. પરંતુ જવાબમાં હૈદરાબાદની ટીમે જેસન રોય (60) અને કેન વિલિયમસન (અણનમ 51) નાં આધારે 18.3 ઓવરમાં 7 વિકેટે મેચ જીતી લીધી હતી. આપને જણાવી દઈએ કે, સંજુ સેમસને IPL ની આ સિઝનમાં પણ સદી ફટકારી હતી જ્યારે IPL નો પહેલો તબક્કો ભારતમાં યોજાયો હતો. અત્યાર સુધી સંજુ સેમસને વર્તમાન IPL સિઝનની 10 મેચમાં 54.12 ની એવરેજ અને 141.96 ની સ્ટ્રાઈક રેટ પર 433 રન બનાવ્યા છે. આ સાથે તેણે ઓરેન્જ કેપ પર પણ કબ્જો મેળવી લીધો છે.