Video/ સારા અલી ખાને રણવીર સિંહ સાથે ‘ચકા ચક’ સોંગ પર કર્યો ડાન્સ, જુઓ ગલી બોયનો ‘નાગિન’ ટ્વિસ્ટ

સારા અલી ખાને ફિલ્મના ‘ચકા ચક’ ગીત પર ઘણા સ્ટાર્સ સાથે ડાન્સ કર્યો છે અને હવે તેણે તાજેતરમાં જ સુપરસ્ટાર રણવીર સિંહ સાથે આ ગીત પર ડાન્સ કર્યો છે.

Entertainment
સારા અલી ખાને

બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર, ધનુષ અને સારા અલી ખાન સ્ટારર ફિલ્મ ‘અતરંગી રે’ 24 ડિસેમ્બરે ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું ટ્રેલર પહેલેથી જ ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યું છે અને ચાહકો આ ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અભિનેત્રી સારા અલી ખાન આ ફિલ્મના પ્રમોશનમાં સતત વ્યસ્ત છે અને આ દરમિયાન સારા અલી ખાને ફિલ્મના ‘ચકા ચક’ ગીત પર ડાન્સ કર્યો છે

આ પણ વાંચો :નોરા ફતેહીએ બ્લેક ડ્રેસમાં બતાવ્યો નવો અવતાર, ખરાબ નજરથી બચવા માટે કર્યું….

 ચકા ચક પર રણવીર-સારાનો ડાન્સ

સારા અલી ખાને ફિલ્મના ‘ચકા ચક’ ગીત પર ઘણા સ્ટાર્સ સાથે ડાન્સ કર્યો છે અને હવે તેણે તાજેતરમાં જ સુપરસ્ટાર રણવીર સિંહ સાથે આ ગીત પર ડાન્સ કર્યો છે. તેણે આ ડાન્સ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી શેર કર્યો છે જેમાં તે રણવીર સિંહ સાથે ગ્રીનરી લોકેશન પર આ ગીત પર ડાન્સ કરતી જોવા મળી રહી છે.

https://www.instagram.com/reel/CXFnXUbDUXN/?utm_source=ig_web_copy_link

રણવીર સિંહે નાગીનનું સ્ટેપ કર્યું  

બંનેના ડાન્સ મૂવ્સ અદભૂત છે. રણવીર સિંહે આ ડાન્સ મૂવ્સ આસાનીથી કર્યા છે, પરંતુ વીડિયોમાં ટ્વિસ્ટ આવે છે જ્યારે રણવીર સિંહ વચ્ચે નાગિન ડાન્સ સ્ટેપ કરે છે. જણાવી દઈએ કે રણવીર સિંહે હાલમાં જ તેના શો ‘ધ બિગ પિક્ચર’માં એકતા કપૂરની સામે નાગીન ડાન્સ કર્યો હતો.

આ પણ વાંચો :કેવું રહેશે વિકી-કેટનું લગ્નજીવન, શું કહે છે આ સિનેસ્ટાર્સના ગ્રહો ?

બંનેની ફિલ્મો એકસાથે થશે રિલીઝ

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો રણવીર સિંહની ફિલ્મ ’83’ પણ 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં રણવીર સિંહે પૂર્વ ક્રિકેટર કપિલ દેવની ભૂમિકા ભજવી હતી.

આ પણ વાંચો :વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નમાં સલમાન ખાન અને રણવીર કપૂરને આમંત્રણ અપાયુ છે કે નહી? જાણો..

આ પણ વાંચો :મહાઠગ સુકેશ ચંદ્રશેખરે અભિનેત્રી જેકલીન અને નોરા ફતેહીને કરોડોની આપી ભેટ…

આ પણ વાંચો :દિગ્ગજ કન્નડ ફિલ્મ અભિનેતા એસ શિવરામનું નિધન, 83 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ