ભરૂચ/ હાંસોટમાં સરપંચની દાદાગીરી, નર્મદાની પરિક્રમાવાસીને મારી સોટી

 વિમલેશ્વર ગામના સરપંચે સોટીથી માર માર્યો હતો. ઠંડીથી બચવા લોકો સુવા મંદિર પર ચઢ્યા હતા.

Top Stories Gujarat Others
સરપંચ હાંસોટમાં સરપંચની દાદાગીરી, નર્મદાની પરિક્રમાવાસીને મારી સોટી
  • ભરૂચના હાંસોટમાં સરપંચની દાદાગીરી
  • વિમલેશ્વર પરિક્રમાવાસીઓને માર્યો માર
  • મંદિર પર ચઢેલા પરિક્રમાવાસીઓને મારી સોટી
  • વિમલેશ્વર ગામના સરપંચે સોટીથી માર્યો માર
  • ઠંડીથી બચવા લોકો સુવા મંદિર પર ચઢ્યા હતા
  • 5 હજાર પરિક્રમાવાસીઓ ઉમટતા થઈ સમસ્યા

ભરૂચમાં ખરાબ હવામાનના કારણે 3 દિવસ સુધી નર્મદા પરિક્રમા સ્થગિત રહી હતી. બાદ હાંસોટના વમલેશ્વર ખાતે મોટી સંખ્યામાં  પરિક્રમાવાસીઓ ભેગા થઈ ગયા હતા. જો કે તંત્ર દ્વારા હવામાનમાં સુધારો થતાં તંત્રએ તેઓને સામે પાર મોકલવા નાવડીઓની વ્યવસ્થા કરી હતી.

જો કે ભરૂચના હાંસોટમાં સરપંચની દાદાગીરી સામે આવી છે. સરપંચ દ્વારા પરિક્રમાવાસીઓને માર મારવાની ઘટના સામે આવી છે. વિમલેશ્વર ખાતે  પરિક્રમાવાસીઓને માર મારવામાં આવ્યો હતો. ખરાબ હવામાન ને કારણે પરિક્રમાવાસીઓનો ભરવો થઈ જતાં કેટલાક પ્રવાસી સુવા માટે  મંદિર પર ચઢી ગયા હતા.

સરપંચને જાણ થતાં મંદિર ઉપર ચઢેલા પરિક્રમાવાસીઓને સોટી મારી હતી. વિમલેશ્વર ગામના સરપંચે સોટીથી માર માર્યો હતો. ઠંડીથી બચવા લોકો સુવા મંદિર પર ચઢ્યા હતા. હાલમાં 5 હજાર પરિક્રમાવાસીઓ ઉમટતા સમસ્યા સર્જાઇ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી બાદ આ વર્ષે ભરૂચ જિલ્લામાં નર્મદા પરીક્રમાવાસીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. હાલમાં મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ ઉમટી રહ્યા હોય અવ્યવસ્થા સર્જાઈ રહી છે. જેમાં વધારાની વ્યવસ્થા ગોઠવવા જીલ્લા વહીવટી તંત્ર તેમજ સેવાભાવી સંસ્થાઓએ આગળ આવવું પડ્યું છે. તાજેતરમાં આવેલ માવઠાના કારણે અંકલેશ્વર તેમજ હાંસોટ ખાતે પરીક્રમાવાસીઓનો જમાવડો જોવા મળ્યો હતો. સતત 3-4 દિવસ સુધી દરિયો પાર ન કરતા પરીક્રમાંવાસીઓની સંખ્યા વધી હતી. અને તેવામાં રોજેરોજ પરીક્રમાવાસીઓની સંખ્યામાં વધારો જ થતો રહ્યો હતો. જેના કારણે હાંસોટના વમલેશ્વર ખાતે 5 000 થી પણ વધુ પરિક્રમાવાસીઓ એક સાથે એકત્રિત થઇ ગયા હતા. જેના પગલે અવ્યવસ્થા ઉભી થઇ હતી. જો કે ત્યાર બાદ સ્થાનિક આગેવાનો, જીલ્લા વહીવટી તંત્ર તેમજ સેવાભાવી સંસ્થાઓ દ્વારા રહેવા, જમવા તેમજ અન્ય વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી હતી.

ભારતીય નાગરિકતા / છેલ્લા સાત વર્ષમાં આટલા નાગરિકોએ ભારતની નાગરિકતા છોડી..

National / બાળકોની રસી ‘કોવોવેક્સ’ આવશે આગામી છ મહિનામાં, સીરમ ઇન્સ્ટિટ્યૂટના વડા પૂનાવાલાની જાહેરાત