Not Set/ SBI બેંકની આ સર્વિસ 1 ઓગષ્ટથી થઇ જશે ફ્રી, જાણો તમને પણ થઇ શકે છે લાભ

જો આપનું બેંક ખાતુ SBIમાં છે તો તમારા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી સરકારી બેંકએ ગ્રાહકો માટે પૈસાનાં લેણ-દેણથી જોડાયેલી સેવાને ફ્રી કરી દીધી છે. ગ્રાહક લેણ-દેણથી જોડાયેલા IMPS સર્વિસને બિલ્કુલ ફ્રી કરી દેવામાં આવેલ છે. આ સાથે જ NEFT અને RTGSથી રૂપિયા ટ્રાંસફર કરવા પર કોઇ ચાર્જ આપવો પડશે […]

Top Stories India

જો આપનું બેંક ખાતુ SBIમાં છે તો તમારા માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. દેશની સૌથી મોટી સરકારી બેંકએ ગ્રાહકો માટે પૈસાનાં લેણ-દેણથી જોડાયેલી સેવાને ફ્રી કરી દીધી છે. ગ્રાહક લેણ-દેણથી જોડાયેલા IMPS સર્વિસને બિલ્કુલ ફ્રી કરી દેવામાં આવેલ છે. આ સાથે જ NEFT અને RTGSથી રૂપિયા ટ્રાંસફર કરવા પર કોઇ ચાર્જ આપવો પડશે નહી.

મીડિયા રિપોર્ટસની માનીએ તો SBIનાં ગ્રાહકોને 1 ઓગષ્ટથી ઓનલાઈન ટ્રાંજેક્શન જેવી RTGS, NEFT, IMPS પર કોઇ ચાર્જ આપવાનો રહેશે નહી. તે ફ્રી માં આ સેવાઓનો લાભ ઉઠાવી શકશે. RBI તરફથી ઓનલાઇન ટ્રાંજેક્શન ચાર્જિસ નાબૂદ કરી દેવામાં આવ્યા છે. જે પછી SBI એ પણ પોતાના ગ્રાહકોને રાહત આપવાનો નિર્ણય કર્યો છે.

જાણો શું છે IMPS

IMPS એક એવી બેંકિંગ પેમેન્ટ સર્વિસ સેવા છે જેનાં દ્વારા તમે રિયલ ટાઇમમાં પૈસાને એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં મોકલી શકે છે. વળી NEFT અને RTGS માં પૈસા એક એકાઉન્ટથી બીજા એકાઉન્ટમાં જવામાં થોડો સમય લાગે છે. IMPS થી તમે 24 કલાક પૈસાનું ટ્રાંસફર કરી શકો છો.

SBI 31 માર્ચ 2019 સુધી 6 કરોડ ગ્રાહકો ઇંટરનેટ બેંકિંગનો ઉપયોગ કરી રહ્યા છે. વળી 1.41 કરોડ ગ્રાહકો મોબાઈલ બેંકિંગનો ઉપયોગ કરી રહ્યા છે. SBI બેંકનાં ડિઝિટલ પ્લેટફોર્મ યોનો નાં અંદાજે 1 કરોડ યૂઝર છે. બેંકનું માનુવુ છે કે, NEFT, IMPS અને RTGS ચાર્જ નાબૂદ કરવા પર ડિઝિટલ ટ્રાંજેક્શન કરનાર ગ્રાહકોની સંખ્યામાં વધારો થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન