Surat News: સુરતના સરથાણા વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે. કાફેની આડમાં ચાલતા કુટણખાના પર પોલીસે દરોડા પાડ્યા છે. વ્રજ ચોક પાસે ઇમ્પીરિયા બિલ્ડિંગમાં કુટણખાનુ ચાલતું હતું. બિલ્ડિંગના પહેલા માળે ધ હાર્ટ સેલિબ્રેશન એન્ડ ફૂડ કાફેમાં પોલીસે દરોડો પાડ્યો હતો.
પોલીસે દલાલ અને ગ્રાહકને ઝડપી સંચાલકને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે ગ્રાહક અને દલાલ સાથે ઓપરેશન કરીને બેની ધરપકડ કરી છે. ફક્ત 500 રૂપિયા લઈને દેહવ્યાપાર ચાલતો હતો. આ અગાઉ સુરત શહેરના સરથાણા વિસ્તારમાં ઓનલાઈન સાડી વેચાણ કરનારાઓએ સાડીના ગોડાઉનની આડમાં કુટણખાનું ચાલુ કર્યું હતું. જોકે, પોલીસે બાતમીના આધારે આ કુટણખાનું પકડી પાડ્યું છે.
સુરતમાં સ્પા, હોટલ સહિતની જગ્યાઓ પર ભીંસ વધતાં કૂટણખાનાના સંચાલકો પતરાના એસી શેડમાં દેહવ્યાપાર ચાલતો હોવાની વિગતો બહાર આવી છે. સરથાણાના કેનાલ રોડ પર મજીસ્ટ્રીકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં પાર્ટીશન કરીને એસી રૂમ બનાવી કૂટણખાનું ચલાવવામાં આવતું હતું. પોલીસે બાતમીના આધારે રેઈડ કરીને કુટણખાનું ઝડપી પાડી બે લલનાને પકડી છે, જ્યારે સંચાલક અને માલિકને વોન્ટેડ જાહેર કરાયા છે.
પોલીસે કેનાલ રોડ ઉપર મેજીસ્ટ્રીકા રેસિડેન્સીની બાજુમાં પતરાના શેડમાં રેડ કરી હતી. દિનેશ પોપટ હરખાણી નામના શખસે આ ડોમમાં ઓનલાઈન સાડીના ધંધાની આડમાં કુટણખાનુ શરૂ કર્યુ હોવાની બાતમી હતી. પોલીસે ડમી ગ્રાહકને મોકલ્યો હતો. ડમી ગ્રાહક ડોમમાં ગયો તે સાથે જ એક શખસે ડોમને બહારથી તાળું મારી ચાવી નજીકના ગેરેજ ઉપર મૂકી નાસી ગયો હતો. પોલીસે આ ચાવીની મદદથી તાળું ખોલતા અંદર એસી કેબીન સાથે ધમધમતું કૂટણખાનુ મળી આવ્યું હતું. અહીંથી બે લલના પોલીસને મળી આવી હતી.
યોગીચોકનો દિનેશ હરખાણી છેલ્લા કેટલાક સમયથી આ ગોરખધંધો ચલાવી રહ્યો હતો. ગ્રાહક દીઠ 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. જેમાંથી લલનાને 500 રૂપિયા આપવામાં આવતા હતા. જ્યારે દિનેશ કમિશન પેટે 500 રૂપિયા રાખી લેતો હતો. પોલીસને કે અન્ય કોઈ વ્યક્તિને શંકા ન જાય તે માટે સંચાલક તરીકે રાખવામાં આવેલો ભાવેશ સાકરિયા ગ્રાહક અંદર જાય તે સાથે જ બહારથી તાળું મારી દેતો હતો. પોલીસે અહીંથી કોન્ડમ તથા એક હજારની રોકડ કબ્જે કરી હતી.
આ પણ વાંચો: સુરતમાં સ્પા – મસાજની આડમાં ચાલતા દેહવ્યાપાર વિરૂદ્ધ અડાજણ પોલીસની કાર્યવાહી
આ પણ વાંચો: સુરતમાં સેક્સ અને ડ્રગ્સ રેકેટ પકડાવવાનો મામલો, થાઈ ગર્લ સહિત 14ની ધરપકડ
