કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર પીએમ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. આ વખતે મામલો કોરોના સાથે જોડાયેલો છે. તેમણે ટ્વીટમાં લખ્યું કે, કોવિડ રોગચાળાને કારણે 47 લાખ ભારતીયોના મોત થયા છે. સરકાર દ્વારા દાવા મુજબ 4.8 લાખ નથી. વિજ્ઞાન જૂઠું બોલતું નથી, મોદી બોલે છે. જે પરિવારોએ પ્રિયજનોને ગુમાવ્યા છે તેમનું સન્માન કરો. તેમને ₹4 લાખ વળતર સાથે ફરજિયાતપણે ટેકો આપો. આ સાથે રાહુલ ગાંધીએ WHOનો રિપોર્ટ પણ જોડ્યો.
તમને જણાવી દઈએ કે, આ પહેલા રાહુલ ગાંધીએ પેન્શન મુદ્દે મોદી સરકારને ઘેરી હતી. તેમણે ભૂતપૂર્વ સૈનિકોને એપ્રિલ મહિના માટે પેન્શન ન મળવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે દૈનિક અખબાર હિન્દુસ્તાન ટાઈમ્સમાં પ્રકાશિત એક અહેવાલને ટાંકીને આડકતરી રીતે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકાર સૈનિકો અને દેશનું અપમાન કરી રહી છે.
રાહુલ ગાંધીએ ટ્વિટર પર લખ્યું, “વન રેન્ક, વન પેન્શનની છેતરપિંડી બાદ હવે મોદી સરકાર ‘ઓલ રેન્ક, નો પેન્શન’ની નીતિ અપનાવી રહી છે… સૈનિકોનું અપમાન એ દેશનું અપમાન છે… પેન્શન મળવું જોઈએ. વહેલી તકે આપવામાં આવે…”
આ પણ વાંચો: પંજાબ સરકાર ટેકાના ભાવે ખરીદશે મગનો પાક, ખેડૂતોને મળશે મોટો ફાયદો
આ પણ વાંચો: ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3,545 નવા કોવિડ-19 કેસ, ગઈકાલ કરતાં 8.2% વધુ
