World/ જલિયાવાલા ઘટનાનો બદલો લેવા ‘ભારતીય શીખ’ એ બ્રિટિશ રાણીને મારી નાખવાની આપી ધમકી 

સ્કોટલેન્ડ યાર્ડે એક વીડિયોની તપાસ શરૂ કરી છે જેમાં ચહેરા પર સંપૂર્ણ માસ્ક પહેરેલા અને ભારતીય શીખ હોવાનો દાવો કરતા એક વ્યક્તિએ 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે રાણી એલિઝાબેથ દ્વિતીયની “હત્યા” કરવાની ધમકી આપી છે.

Top Stories World

સ્કોટલેન્ડ યાર્ડે એક વીડિયોની તપાસ શરૂ કરી છે જેમાં ચહેરા પર સંપૂર્ણ માસ્ક પહેરેલા અને ભારતીય શીખ હોવાનો દાવો કરતા એક વ્યક્તિએ 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે રાણી એલિઝાબેથ દ્વિતીયની “હત્યા” કરવાની ધમકી આપી છે. થોડા દિવસો પહેલા, એલિઝાબેથના વિન્ડસર પેલેસમાં એક ઘુસણખોરની ધરપકડ કરવામાં આવી હતી. ધ સન અખબાર અનુસાર, આ વીડિયો સ્નેપચેટ પર શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં એક માસ્ક પહેરેલા વ્યક્તિએ પોતાનું નામ ભારતીય શીખ જસવંત સિંહ ચૈલ રાખ્યું છે.

દરમિયાન, એક 19 વર્ષીય ઘુસણખોર તેની માનસિક સ્થિતિને લઈ જડપાઈ ગયો હતો. મેટ્રોપોલિટન પોલીસે હજુ સુધી તેનું નામ જાહેર કર્યું નથી. સ્કોટલેન્ડ યાર્ડના અધિકારીઓ વીડિયોની તપાસ કરી રહ્યા છે, જે ક્રિસમસના દિવસે વિન્ડસર કેસલમાંથી ધરપકડ કરાયેલા એક ઘુસણખોર સાથે સંબંધિત હોવાનું કહેવાય છે. આ ઘુસણખોર પાસે તીર અને ધનુષ હતું. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું હતું કે માનસિક સ્વાસ્થ્ય તપાસ પછી ધરપકડ કરાયેલ શંકાસ્પદ વ્યક્તિ પર યુકે મેન્ટલ હેલ્થ એક્ટની કલમો સાથે આરોપ મૂકવામાં આવ્યો છે અને તે “ફિઝિશિયનની દેખરેખ હેઠળ” છે. વીડિયોમાં માસ્ક પહેરેલો વ્યક્તિ કહી રહ્યો છે કે, “હું દુઃખી છું, મેં જે કર્યું છે અને હું શું કરીશ તેનાથી હું દુઃખી છું. હું શાહી પરિવારની રાણી એલિઝાબેથની હત્યા કરવાનો પ્રયાસ કરીશ.”

તે કહે છે, “આ 1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકોનો બદલો લેવો છે. જેઓ તેમની જાતિના કારણે માર્યા ગયા, હતા. અને અપમાનિત થયા હતા.  તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યા હતા. અને તેમના માટે હું બદદળો લેવા માંગુ છું.  હું ભારતીય શીખ છું. મારું નામ જસવંત સિંહ ચૈલ છે, મારું નામ ડાર્થ જોન્સ છે.” આ હત્યાકાંડ એપ્રિલ, 1919 માં બૈસાખી દરમિયાન અમૃતસરના જલિયાવાલા બાગમાં થયો હતો. કર્નલ ડાયરના આદેશ પર, બ્રિટિશ સૈનિકોએ સ્વતંત્રતા પ્રદર્શનકારો પર ગોળીબાર કર્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો માર્યા ગયા.

ગુજરાત / ખોડલધામમાં યોજાનાર કાર્યક્રમ માત્ર પાટોત્સવ છે, કોઈ પોલિટિકલ પાવર બતાવવાનો કાર્યક્રમ નથી : નરેશ પટેલ

Covid death / વિશ્વભરમાં કોરોનાથી થયેલા મોતનો ચોંકાવનારો આંક, HIV, મેલેરિયા અને TBથી થયેલા કુલ મૃત્યુ આંકને છોડ્યો પાછળ 

ફરી કુદરતના ખોળે / કપાળની બંને બાજુ નાના સીંગડા જેવા ત્રાંસા પીંછાવાળું મત્સ્ય ઘુવડ

પૌરાણિક કથા / જ્યારે માતા દુર્ગાએ એક મામૂલી તણખલા વડે  દેવતાઓનું અભિમાન તોડયું હતું.. 

આસ્થા / સ્ત્રીઓ ક્યારેય નાળિયેર કેમ નથી ફોડતી..?