Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Business/ રિલાયન્સ સહિત બે અન્ય  પર સેબીએ રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે કારણ 

સેબીએ એક આદેશમાં કહ્યું છે કે જિયો-ફેસબુક ડીલની માહિતી સ્ટોક એક્સચેન્જોને સીધી માહિતી આપ્યા વિના અખબારમાં આપવામાં આવી હતી.

June 21, 2022June 21, 2022Maya Sindhav
Top Stories Business
સેબીએ

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(SEBI) એ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને બે વ્યક્તિઓ પર જિયો-ફેસબુક ડીલ વિશે સ્ટોક એક્સચેન્જને સીધી માહિતી ન આપવા બદલ કુલ રૂ. 30 લાખનો દંડ ફટકાર્યો છે. સેબીએ એક આદેશમાં કહ્યું છે કે જિયો-ફેસબુક ડીલની માહિતી સ્ટોક એક્સચેન્જોને સીધી માહિતી આપ્યા વિના અખબારમાં આપવામાં આવી હતી. તેને સેબીની જોગવાઈઓનું ઉલ્લંઘન ગણાવીને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સાવિત્રી પારેખ અને કે સેતુરામન પર સંયુક્ત રીતે રૂ. 30 લાખનો દંડ ફટકારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

45 દિવસમાં રકમ જમા કરવામાં આવશે

સેબીના આદેશ મુજબ, દંડની રકમ 45 દિવસની અંદર જમા કરાવવાની રહેશે. જિયો પ્લેટફોર્મ્સમાં 9.99 ટકા હિસ્સો લેવા માટે રૂ. 43,574 કરોડના રોકાણના ફેસબુકના સોદા અંગેના સમાચાર 24-25 માર્ચ, 2020ના રોજ આવ્યા હતા, સેબીના નિર્ણાયક અધિકારી બર્નાલી મુખર્જીએ આદેશમાં જણાવ્યું હતું. પરંતુ સ્ટોક એક્સચેન્જને આ અંગે 22 એપ્રિલ 2020ના રોજ જાણ કરવામાં આવી હતી.

રિલાયન્સના શેરમાં ઘટાડો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં મંગળવારે શરૂઆતી વેપારમાં ઘટાડો થયો હતો. BSE પર કંપનીના શેર 0.22% ઘટીને 2,537.30 પર ટ્રેડ થઈ રહ્યા છે. અગાઉ સોમવારે RILનો શેર રૂ. 2542.80 પર બંધ થયો હતો.

આ પણ વાંચો:એશિયન સાયકલિંગના બીજા દિવસે ભારતે એક ગોલ્ડ, ત્રણ સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ જીત્યા

આ પણ વાંચો:શું એલોન મસ્કની પુત્રી તેને નફરત કરે છે? નામ બદલવા કરી અરજી

આ પણ વાંચો:MLC ચૂંટણીમાં પહેલો ઝટકો, હવે ઠાકરે સરકાર પર સંકટ: શિવસેનાના 13 ધારાસભ્યો ગુજરાત પહોંચ્યા

Post navigation

મલાઈકા અરોરાએ યોગા કરતો વીડિયો શેર કર્યો, સોહેલ ખાનની પૂર્વ પત્નીએ કરી આ ફની કોમેન્ટ…
ભારતીય ક્રિકેટ ટીમના દિગ્ગજ ખેલાડી આવ્યા કોરોનાની ઝપેટમાં, નહી જઈ શકે ઇંગ્લેન્ડ

More Posts

National/ સુરક્ષા અને સ્થિરતા માટે સહયોગ જરૂરી, ઇન્ડિયા-સેન્ટ્રલ એશિયા સમિટમાં બોલ્યા વડાપ્રધાન મોદી

January 27, 2022Hemangi jani

Paternity Leave/ પેટરનીટી લીવ પર હાઈકોર્ટની મોટી ટિપ્પણી, કહ્યું- પુરુષોને પણ પિતૃત્વ લાભ મળવો જોઈએ

August 13, 2024August 13, 2024Mansi Panara

Not Set/ કેન્દ્ર સરકાર જમ્મુ-કાશ્મીરને ખાસ પેકેજ આપવાની કરી શકે છે જાહેરાત

August 28, 2019August 28, 2019hardik shah

શપથગ્રહણ/ મમતા બેનર્જી રાજ્યપાલ જગદીપ ધનખરને મળ્યા, આ તારીખે થશે લેશે મુખ્યમંત્રી પદના શપથ

May 3, 2021May 3, 2021padma prajay
Stock Market

stock market news/ અમેરિકા-ઈરાન તણાવની અસર, શેરબજારમાં ખુલતાની સાથે જ કડાકો

May 5, 2026May 5, 2026Panara Mansi

Not Set/ video: દશેરાએ મોદીના માથાવાળા ‘મોંઘવારીના રાવણ’નું કોંગ્રેસ દ્વારા કરાયું દહન

October 18, 2018October 18, 2018Nirmal Acharya

અમદાવાદ/ વરસાદે ખોલી AMC ની પોલ, શહેરમાં અનેક જગ્યાએ પડ્યા ખાડા

September 22, 2021September 22, 2021hardik shah

AAP/ કેજરીવાલ બહાર આવશે પછી આપ હોળી મનાવશે

March 25, 2024March 25, 2024jani

Not Set/ ગણતંત્ર દિવસનાં પર્વ પર બે કોંગ્રેસી નેતાઓ બાખડ્યા, પોલીસે વચ્ચે પડી કર્યો બચાવ

January 26, 2020January 26, 2020hardik shah
Divya Nathani ગાંધીધામના નવા મેયર બન્યા

Gandhidham News/ ગાંધીધામ મનપાના નવા મેયર ભાજપના દિવ્યા નાથાણી

May 26, 2026May 26, 2026jani
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy