Not Set/ રાજ્યમાં બીજા તબક્કાના વેક્સિનેશનનો પ્રારંભ : કલેકટર, પોલીસ કમિશનર, મનપા કમિશનર મુકાવશે વેક્સિન

વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો ભારતમાં પ્રારંભ થયો છે, દેશના દરેક રાજ્યોની સાથે ગુજરાતમાં પણ કોવિડ-19સામે માનવજાતને સલામત કરવા 16 જાન્યુઆરીથી ગુજરાતમાં પ્રથમ તબક્કાના

Top Stories Gujarat
1

વિશ્વના સૌથી મોટા વેક્સિનેશન અભિયાનનો ભારતમાં પ્રારંભ થયો છે, દેશના દરેક રાજ્યોની સાથે ગુજરાતમાં પણ કોવિડ-19સામે માનવજાતને સલામત કરવા 16 જાન્યુઆરીથી ગુજરાતમાં પ્રથમ તબક્કાના વેક્સિનેશન આરંભ થયો છે. અત્યાર સુધીમાં 2,46,414 હેલ્થ વર્કરોએ કોવિશિલ્ડનો પહેલો ડોઝ મુકાવ્યો છે. આજે તારીખ 31 જાન્યુઆરીને રવિવારથી બીજા તબક્કાના વેક્સિનેશન કાર્યક્રમ અંતર્ગત મહેસૂલ, પોલીસ, શહેરી વિકાસ અને પંચાયત સહિતના વિભાગોમાં ફરજ બજાવતા 3.50 લાખ ફ્રન્ટ લાઈન વોરિયર્સ માટે વેક્સિનેશન પ્રારંભથશે. રાજ્યભરના દરેક જિલ્લામાં આજે સવારે કલેક્ટર, પોલીસ અધિક્ષક અને કમિશનર સૌથી પહેલા ડોઝ મુકાવશે. પહેલા દિવસે 70 હજાર ફ્રન્ટ લાઈન વોરિયર્સને ડોઝ આપવાનું રાજ્ય સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.

1
2

Rajkot / અગ્રણીઓને ગાળો ભાંડતા ધારાસભ્ય રૈયાણીની ઓડિયો ક્લિપ જાહેર, આ બાબતને તેમણે બદનામ કરવા માટેનો કીમિયો ગણાવ્યો..

ગુજરાતમાં પંદર દિવસની અંદર સપ્તાહમાં ચાર દિવસ મુજબ રસીકરણના 9 દિવસમાં સરકારી- ખાનગી આરોગ્ય ક્ષેત્રના ડોક્ટર, નર્સ સહિત પેરામેડિકલ અને સફાઈ સ્ટાફ મળી 4.60 લાખ કોરોના વોરિયર્સમાંથી 2,46,414 હેલ્થ વર્કરોને કોવિશિલ્ડનો પહેલો ડોઝ અપાયો છે. આ કામગીરી વચ્ચે રવિવારે રાજ્યમાં 0 થી 5 વર્ષ સુધીના એક કરોડ જેટલા બાળકોને પલ્સ પોલિયોની રસી આપવાનું આયોજન પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે.

big tweak / મમતા બેનરજીને મોટો ઝટકો, રાજીવ બેનર્જી, વૈશાલી દાલમિયા સહિત ઘણા નેતાઓ ભાજપમાં જોડાયા

આ ઉપરાંત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ફ્રન્ટલાઈન વોરિયર્સ માટે વેક્સિનેશનની પૂર્વ તૈયારીઓ માટે સમિક્ષા કરી હતી.  આરોગ્ય કમિશનર શિવહરેએ જણાવ્યુ કે, રવિવારે દરેક જિલ્લામાં કલેક્ટર, પોલીસ વડા સૌથી પહેલી વેર્સીન લશે. રાજ્ય પોલીસ વડા આશિષ ભાટીયા ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં  રસી મુકાવીને તેનો આરંભ કરાવશે. જે રીતે હેલ્થ વર્કર્સને પહેલો ડોઝ આપ્યો તે જ રીતે પોલીસ, મહેસૂલ, શહેરી વિકાસ વિભાગના અધિકારી- કર્મચારીઓને મેસેજથી જાણ કરીને વેક્સીન અપાશે.

Cold chain system for Covid-19 vaccination ready, says Gujarat Deputy CM

26th tractor parade / ટ્રેક્ટર પરેડ હિંસામાં અત્યાર સુધી 38 વિરુદ્ધ FIR તેમજ 84 ધરપકડ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…