મુંબઈ
બોલિવૂડ અભિનેત્રી સોનમ કપૂર, કરિના કપૂર, સ્વરા ભાસ્કર અને શિખા તલ્સાનિયાની ફિલ્મ ‘વીરે દી વેડિંગ’ ટૂંક સમયમાં જ રિલીઝ થવાની જઈ રહી છે અને ફિલ્મના નિર્માતાઓ પણ ફિલ્મ રિલિઝ પહેલા ફિલ્મ પર કામ કરી રહ્યા છે.

આ દરમિયાન ફિલ્મનું નવું સોંગ ‘વીરે‘ રીલીઝ કરવામાં આવ્યું છે. આ ગીતમાં ચાર મિત્રોની દોસ્તી બતાવવામાં આવી છે અને કેવી રીતે દરેક એકબીજા સાથે સારી રીતે રહે છે તે બતાવવામાં આવ્યું છે. તમને આ સોંગ જોવાનું ગમશે અને સંગીત પણ તમને ખૂબ જ પસંદ આવશે.

આપને જાણવી દઈએ કે આ સોંગને વિશાલ મિશ્રા, અદિતિ સિંહ શર્મા, યુલિયા વંતૂર, ધવાની ભાનુશાલી, નિકિતા આહુજા, પાયલ દેવ અને શારવી યાદવ દ્વારા ગાયું છે. ગાયક લિરિક્સ અનિતા દત્ત દ્વારા લખાયેલા છે અને ગીતનું સંગીત વિશાલ મિશ્રા દ્વારા આપવામાં આવ્યું છે. ગીતમાં, સ્વરા, કરિના, સોનમ અને શિખા તમને જોવા ગમે છે. આ ગીત ખૂબ સારી રીતે રજુ કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે આ ફિલ્મ સ્ટોરી ચાર મહિલાઓની મિત્રતા પર આધારિત છે. કે જે મહિલાઓ સ્ટીરિયોટાઇપ સ્ટોરીને તોડી રહી છે. આ ફિલ્મની વાર્તા કરિનાના પાત્રની આસપાસ ફરતી જોવા મળશે. પરંતુ સ્ટોરીમાં બાકીની ત્રણ એક્ટ્રેસ પણ એક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. આ ફિલ્મ 1 જૂનના રોજ રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ સોનમ કપૂરની બહેન રિયા કપૂર અને એકતા કપૂર દ્વારા બનાવવામાં આવી છે.


